News of Tuesday, 7th January 2025
જસદણના સાણથલીમાં ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયોઃ ખેડુતોમાં હાશકારો

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૭ :.. તાલુકાના સાણથલી ગામની સીમમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી એક ખૂંખાર દીપડાના આટાફેરા ચાલતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો. શિયાળુ પાકની મોસમ ચાલી રહી હોવાથી આ દીપડાના લીધે ખેડૂતોના જીવને જોખમ ઊભું થયું હતું.
આ બાબતે વનતંત્રને જાણ કરવામાં આવતાં, તંત્રના જાંબાઝ જવાનોએ તરત જ પગલાં લીધાં હતા. દીપડાના પગેરા શોધીને યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
લાંબા પ્રયાસો બાદ આખરે વનતંત્રના કર્મચારીઓએ દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. આ દીપડાને પકડ્યા બાદ તેને વનવિભાગના હવાલે સોંપવામાં આવ્યો હતો, જેનાથી સાણથલી ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો હતો.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
