News of Tuesday, 7th January 2025
વિંછીયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પ૮ ની ધરપકડઃ ગામ સ્વયંભુ બંધ
તોરીયાળીના કોળી યુવાનની હત્યામાં પકડાયેલ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની પોલીસે ના પાડતા હજારોના ટોળાએ પથ્થરમારો કર્યો'તો : રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસ.પી. હિમકરસિંહનો વિંછીયામાં પડાવઃ ૮૪ સામે ગુન્હો દાખલ કરાયોઃ ૧પ૮ બાઇક પોલીસે કબ્જે લીધાઃ પોલીસ-એસઆરપીનું સતત પેટ્રોલીંગ

તસ્વીરમાં પોલીસ ટોળાને કાબુમાં લેતા લાઠીચાર્જ કર્યો હતો. તે નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં પથ્થરમારો કરનારની અટકાયત કરતી પોલીસ. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.,૭: વીંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની આઠ જેટલા રબારી સમાજના આરોપીઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના ઘેરા પડઘા કોળી સમાજમાં પડ્યા હતા ગઈકાલે હજારોની સંખ્યામાં એકઠા થયેલ કોળી સમાજના લોકોએ આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરતા પોલીસે ન સ્વીકારતા પોલીસ સ્ટેશન ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો ગઈકાલે ભરેલા અગ્નિ બાદ આજે પરિસ્થિતિ શાંત છે. પોલીસે પથ્થરમારો કરનાર ૮પ શખ્સો સામે ગુન્હો દાખલ કરી પ૮ શખ્સોની ધરપકડ કરી છે. આજે ગામ સ્વયંભુ બંધ છે.
થોરીયાળી ગામમના કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાએ ત્રણ વર્ષ પહેલા ગામના જ રબારી સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ હતી જે અરજીનો ખાર રાખી મુખ્ય આરોપી શેખા ગભરુ સાંભડ સહિત આઠ આરોપીઓ દ્વારા ઞત તા.૩૦ ના રોજ ઘનશ્યામ રાજપરા ઉપર તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો બાદમાં બે દિવસની સારવાર બાદ ઘનશ્યામ રાજપરાનું મોત થતા વિછીયા પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી જેને ગઈકાલે કોળી સમાજના લોકો દ્વારા રોદ્ર સ્વરૂપ લેતા અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરતા પોલીસે આરોપીઓની સલામતી અને બીજા વિવાદો ઊભા ન થાય તે માટે આરોપીની જાહેરમાં સરઘસ કાઢવાની ના પાડતા મામલો બિચકયો હતો ૧૦,૦૦૦ થી વધુ લોકો ભેગા થયા હતા તેમાંથી અમુક લોકોએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરતા પોલીસે ટીયર ઞેસના ૧૦ થી વધુ સેલ છોડી મામલો માંડ થાળે પાડ્યો હતો.
આ બનાવ બાદ જિલ્લા ભરની તમામ પોલીસને વિછીયા પહોંચવા સૂચના મળતા જિલ્લા ભરની પોલીસ મારતી ગાડીએ વિછીયા પહોંચી પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરી મામલો થાળે પાડ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં સાત જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે આ બનાવમાં સંઘવાયેલા અને ટોળાને ઉશ્કેરી પથ્થર મારો કરનાર ૮૪ જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમાંથી ૫૮ શખ્સોની ઘરપકડ પણ કરી લેવામાં આવી છે ઉપરાંત સી.સી.ટી.વી.માં દેખાતા શખ્શો સામે પણ હજુ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે.
ટિયર ગેસના સેલ છોડ્યા બાદ ટોળામાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી જે દરમિયાન ૧૫૮ બાઈક પણ પોલીસે પોતાના કબજામાં લીધા છે અને આ બાઈકના માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે ગઈ કાલે ભારેલા અગ્નિ બાદ આજે વિંછીયા ગામમાં કફર્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ગામ સ્વયંભૂ બંધ રહ્યું છે પોલીસ સતત વિંછીયા તેમજ આજુબાજુના રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે અને પરિસ્થિતિ થાળે પાડવા પ્રયત્ન કરે છે વધુ કોઈ ઘટના ના બને અને તેને થાળી પાડવા એસ.આર.પી.ની એક ટુકડી પણ વિછીયા પહોંચી ગઈ છે આ ઉપરાંત રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ વિછીયા ખાતે પડાવું નાખી પરિસ્થિતિ ઉપર જાત દેખરેખ રાખી રહ્યા છે. રૂરલ એલસીબી, રૂરલ એસઓજી તથા જીલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
ગઈકાલે ત્રણ વાગ્યે આરોપીનું રી-કન્ટ્રક્શન કરવાનું હોવાથી બપોરે ત્રણ વાગ્યે વિંછીયા પહોંચી જવા મરણ જનાર ઘનશ્યામભાઈના ફોટા સાથે એક બેનર સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવેલું જે બેનર જેમણે પણ વાયરલ કર્યું છે તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. આજે ગામ સ્વયંભુ બંધ છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપીનું પેટ્રોલીંગ સતત ચાલુ છે. (૪.૨૨)
પથ્થરમારાની ઘટનામાં કોઇને પણ છોડવામાં નહીં આવે રેન્જ આઇ જી. અશોકકુમાર યાદવ
(વિજય વસાણી દ્વારા)આટકોટ વિછીયા ખાતે જે બનાવ બન્યો હતો તે અનુસંધાને આજે તમામ વિસ્તારોની મુલાકાત લીધેલી છે અને પોલીસ દ્વારા જે જે લોકો સામેલ હતા એ તમામ વિરોધમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે
અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે અને પોલીસ દ્વારા ફલેઞ માર્ચ અને સતત પેટ્રોલિંગ કરી રહી છે તેમણે લોકોને જણાવ્યું હતું કે હું આપને અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો ઉશ્કેરાટ ફૈલાવે તો ધ્યાન ન આપે.
તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરે જે આરોપીઓની ોળખ થઈ છે તે તમામ પથ્થરબાજોની ધરપકડ કરવા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જે કોઈપણ સંડાયેલા હશે તેમને છોડવામાં નહીં આવે. (૪.૨૨)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
