હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તળાજા પંથકમાં એકી સાથે ચાર વાહનના અકસ્માતઃ બાઇક ચાલકનું મોતઃ ૩ ઘાયલ
મોટી માંડવાળી ગામે કુવામાં પડી જતા વૃધ્ધનું મોતઃ બોલેરોના બે કટકા થઇ ગયા

ભાવનગર, તા.,૭ : તળાજા પંથકમાં અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિ ના મોત અને વાહનમા મુસાફરી કરનાર ત્રણ વ્યક્તિને ઇજાઓ થવા પામી છે.
તળાજા ભાવનગર નેશનલ હાઇવે પર બપાડા ગામના પાટિયા પાસે સાંજ ઢળે તે પહેલાં એકીસાથે ચાર ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.વેરાવળ-ભાવનગર રૂટની બસ, બોલેરો, છોટાહાથી અને બાઈક એમ ચાર વાહન વચ્ચે ટક્કર થઈ હતી.જેમાં તાલુકાના મૂળ ભાલર ગામના અને હાલ બપાડા ના પાટીએ રહેતા બાઈક ચાલક સુરેશ જીણાભાઈ રાઠોડ ઉ.વ.૩૫ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બસમાં સવાર ભાવનગરના જગદીશ માલજીભાઈ જાદવ અને રાજુ અરજણભાઈ ચીણોલ તથા બોલેરો ચાલક અમજદ અહેમદભાઈ મલેક રે.સા.કુંડલાને ઇજાઓ થવા પામી હતી.
બોલેરો ચાલક એ કહ્યું હતુ ંકે ઘણા હોર્ન મારવા છતાંય બાઈક આડી આવીને અકસ્માત સર્જાયો. બોલેરોના બે કટકા થઈ ગયા હતા. અકસ્માતના બનાવને લઈ ડે.કલેકટર સોલંકી, મામલતદાર જાનીને ખબર મળતા જ તેઓએ દોડી જઈ ઇજાગ્રસ્તોને બે ૧૦૮ મારફતે તળાજા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવાની માનવીય ફરજ નિભાવી હતી. સાથે હોસ્પિટલની પણ વિઝીટ કરી હતી.
બીજો એક અપમળત્યુનો બનાવ મોટી માંડવાળી ગામે બન્યો હતો. સરવૈયા ડાયાભાઈ વિરાભાઈ ઉ.વ.૬૮ અહીં અકસ્માતએ કૂવામાં પડી જતા તેઓનું મળત્યુ થતા પી. એમ માટે અહીં લાવવામાં આવ્યા હતા. (૪.૧૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
