<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ફરી મંદ ગતિએ ઠાર વર્તાયોઃ જો કે ઠંડીનો પારો ઉપર યથાવત

નલીયા ૯, પોરબંદર ૧ર, રાજકોટ-ડીસા ૧ર.૪, ભુજ ૧ર.૬, જુનાગઢ ૧૩.૪, જામનગરમાં ૧૪.૭ ડીગ્રી

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી મંદ ગતિએ ઠાર વર્તાયો છે. જો કે ઠંડીનો  પારો ઉપર ચડેલો યથાવત છે.

આજે કચ્‍છના નલીયામાં ૯, પોરબંદર ૧ર, રાજકોટ-ડીસામાં ૧ર.૪, ભુજ ૧ર.૬, જુનાગઢ ૧૩.૪, જામનગરમાં ૧૪.૬, ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :  જુનાગઢ સહિત સોરઠમાં ભેજ વધતા આજે સવારે ધુમ્‍મસનું આક્રમણ થયું હતું.ખ જુનાગઢ ખાતે બુધવારે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન વધીને ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા થઈ જતા સવારે ગાઢ ધુમ્‍મસ છવાઈ ગયું હતું. જેના પરિણામે ગુલાબી ઠંડીની તીવ્રતા વધી હતી.  સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિલોમીટરની રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ઠંડીનું જોર ઘટયું છે. આજે ગુરૂવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૬.૩ ડીગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૮ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૬, મહત્તમ તાપમાન ર૬.પ, ભેજનું પ્રમાણ ૭૮ ટકા, પવનની ગતિ ૪.૮ કિ. મી. રહી હતી.

(2:23 PM IST)