<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પોરબંદરના દાનવીર હાજી સિદીક અલી મહોમદનું અવસાનઃ આવતીકાલે જીયારત

એક સમયે રમજાન મહિનાની શરૂઆતમાં જરૂરિયાતમંદો ફકીરો સખી દાત્તા હાજી સિદીકના આંગણે સખાવત લેવા ઉમટી પડતા હતા અને મેળા જેવું વાતાવરણ ઉભુ થતુ હતું: બેનમુન રહેમાની મસ્‍જિદ માટે મુખ્‍ય યોગદાન

પોરબંદર :. રહેમાની મસ્‍જિદ બનાવવામાં સૌથી મોટું જેમનું યોગદાન હતું એવા મુસ્‍લિમ સમાજના  દાનવીર સખીદાતા હાજી સિદ્દીક અલીમોહમ્‍મદ પાલખીવાલાનું  અવસાન થયેલ છે.

 દાનવીર સિદ્દીક શેઠ તરીકે ઓળખાતા હતા આ નામ એમના દ્વારા કરવામાં આવતી સખાવત થી મળેલ હતું એક સમય એવો પણ હતો કે જ્‍યારે રમજાન મહિનાની શરૂઆત થતી ત્‍યારે પોરબંદર તેમજ સમગ્ર સૌરાષ્‍ટ્ર માથી જરૂરિયાત મંદ ગરીબઘરના લોકો, મિસ્‍કીનો, ફકીરો વગેરે મોટી સંખ્‍યામાં પોરબંદર આવતા હતા.

અને શીતલાચોક થી ભાવનાડેરી સુધી જાણે કે મેળો ભરાયો હોય તેમ લોકોના ટોળેટોળા હાજીસિદ્દીક અલીમોહમ્‍મદ પાલખીવાલા ના આંગણે આવતા હતા.

 તે ઉપરાંત આજે જ્‍યાં પોરબંદર ની શાનદાર રહેમાની મસ્‍જિદ છે તે મસ્‍જિદ ના તામીરી કામ સંગે બુનિયાદમાં પણ શેઠ હાજીસિદ્દીક અલીમોહમ્‍મદ પાલખીવાલા નું સૌથી મોટું યોગદાન છે.

 છેલ્લા થોડા વર્ષોથી હાજીસિદ્દીક અલીમોહમ્‍મદ પાલખીવાલા અમદાવાદ ખાતે રહેવા ગયેલ પરંતુ તેમના હૃદયમાં પોરબંદર હંમેશા ધબકતું રહેતું હોય માટે જ તેમણે પોતાની હયાતીમાં કહ્યું હતું કે મારું જ્‍યારે ઇન્‍તકાલ થાય તો મને પોરબંદરની રહેમાની મસ્‍જિદમાં લઈ આવે અને ત્‍યાંથી મારા જનાઝા ને પોરબંદરના કબ્રસ્‍તાનમાં હઝરત અલીપીરબાપુની દરગાહ ની સામેની સાઈડમાં દફન કરવામાં આવે અને  તેમના પરિવારના પુત્ર ફારૂકભાઇ, મુસ્‍તાકભાઇ,વકારભાઇ દ્વારા તેમના વાલીદના કહેવા પ્રમાણે મર્હુમની દફનવિધિ કરેલ જેમાં  મુસ્‍લિમ સમાજના લોકો તેમજ ખારવા સમાજ અને અન્‍ય સમાજના લોકો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા પોરબંદરના આ સખી દાતાને અલ્લાહપાક જન્નતુલ ફિરદોષમાં આલા થી આલા મુકામ અતા ફરમાવે આમીન.

મરહુમની જીઆરત ની મજલીસ ૮ બુધવારે સવારે ૧૦:૦૦ કલાકે રહેમાની મસ્‍જિદ ખાતે રાખવામાં આવેલ છે  તેમ સામાજિક કાર્યકર ઈસ્‍માઈલખાન શેરવાની તેમજ ઝાહીદ નાગોરીએ જણાવ્‍યું છે.

(2:24 PM IST)