તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 7th January 2025
બગસરા-અમરેલી હાઇવે પર કાર ક્રેઇન સાથે અથડાઇઃ ટીંબલાના ભગીરથસિંહ વાળાનું મૃત્યુ
કામ પતાવી અમરેલીથી ઘરે જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૭: જીવલેણ વાહન અકસ્માતના બનાવમાં અમરેલી-બગસરા હાઇવે પર સ્વીફટ કાર ક્રેઇન સાથે અથડાતાં કારચાલક ટીંબલાના ખેડુત યુવાનનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ અમરેલીના ટીંબલા ગામે રહેતાં ભગીરથસિંહ ભાભલુભા વાળા (ઉ.વ.૩૪) તા. ૨ના રોજ અમરેલી કામ માટે પોતાની સ્વીફટ કાર લઇને ગયા હતાં. ત્યાંથી પરત પોતાના ગામ તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં બગસરા-અમરેલી હાઇવે પર ક્રેઇન સાથે કારનો અકસ્માત સર્જાતા ભગીરથસિંહને ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મૃત્યુ થતાં માલવીયાનગર પોલીસે પ્રાથમિક કાગળો કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ભગીરથસિંહ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
