<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

કચ્છના કબરાઉ મોગલધામના ગાદીપતિ તરીકે મણીધર બાપુના નાના પુત્ર નાગાજણને જાહેર કરવામાં આવ્યા : નવા ગાદીપતિની તિલક વિધિ કરવામાં આવી

મણીધરબાપુએ કબરાઉ મોગલ ધામના નવા ગાદીપતિની ઘોષણા કરતા જણાવ્યું કે, હવેથી આ મોગલધામની ગાદી નાગાજણ આપા સંભાળશે. તેમનો જીવ ખુબ મોટો છે,અને ભરોસો છે કે તે ખુબ સારી રીતે આ જવાબદારી પાર પાડશે

કચ્છ તા.૭ :  હિંદુઓ માટે મોગલ કબરાઉ ધામ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. મોગલ ધામ કબરાઉના ગાદીપતિ અત્યાર સુધી મણીધર બાપુ રહ્યા છે. અને તે બાદ આજે કબરાઉ મોગલધામના ગાદીપતિ તરીકે મણીધર બાપુના નાના પુત્ર નાગાજણને જાહેર કરવામાં આવ્યા છે.

નાગાજણની તિલક વિધિ કરાઇ

આજે નાગાજણની ગાદીપતિ તરીકે તિલક વિધિ કરવામાં આવી હતી. મોગલધામ ખાતે તિલકવિધિનો સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવેથી કબરાઉની ગાદી મણિધર બાપુના નાના પુત્ર નાગાજણ આપા સંભાળશે. સંપૂર્ણ જવાબદારી તેમના પર આવી ગઈ છે.તેઓ હવે નાના બાપુ તરીકે ઓળખાશે.

મણીધરબાપુનું નિવેદન

મણીધરબાપુએ કબરાઉ મોગલ ધામના નવા ગાદીપતિની ઘોષણા કરતા જણાવ્યું કે, હવેથી આ મોગલધામની ગાદી નાગાજણ આપા સંભાળશે. તેમનો જીવ ખુબ મોટો છે. અને ભરોસો છે કે તે ખુબ સારી રીતે આ જવાબદારી પાર પાડશે. મોગલધામમાં કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ દાનપેટી નથી. અહીંયા તો દરેક નિર્ણય ખુદ માં મોગલ જ લે છે. એટલે નાગાજણ આપાને પણ ગાદીપતિ બનાવવાનો નિર્ણય મોગલમાએ જ કર્યો છે.

(3:18 PM IST)