હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢ જીલ્લાના માંગરોળ પંથકના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં જુનાગઢ પેરોલ ફર્લો સ્કવોડની કામગીરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૭: રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્ક્વોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાચના પો.ઈન્સ શ્રી જે.જે. પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ વાય.પી.હડીયા સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઈ એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા.
દરમ્યાન એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ જીલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના ૬૫ ગુન્હાના કામના આરોપી ભાવેશ માલદેભાઇ બંધીયા જાતે આહીર ઉવ આશરે-૪૦ રહે શ્રીનાથ સોસાયટી વિસ્તાર અગસ્થ્ય હોસ્પિટલના પાછળના ભાગે જુનાગઢ વાળો છેલ્લા બે વર્ષથી ઉપરોક્ત ગુન્હના કામે નાસતો-ફરતો હોય અને તે હાલ તેના રહેણાક મકાને હોય તે હકિકત આધારે ખાત્રી કરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા વોચ તપાસમા રહેતાં મજકુર આરોપી તેના રહેણાક મકાનેથી મળી આવેલ હોય તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ ભાવેશભાઇ માલદેભાઇ બંધીયા જાતે આહીર ઉવ આશરે-૪૦ રહે શ્રીનાથ સોસાયટી વિસ્તાર અગસ્થ હોસ્પિટલના પાછળના ભાગે જુનાગઢ વાળો બતાવતો હોય મજકુર આરોપી જુનાગઢ જીલ્લાના માંગરોળ પો.સ્ટેના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કેશોદ પો.સ્ટેને સોપી આપવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
