<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સે રિહાઈડ્રેશન કેટેગરીમાં પ્રવેશ કરવાની સાથે ‘ટોટલ બેવરેજ અને કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ કંપની' બનવાની યાત્રાને વેગવંતી બનાવી

રસકિકને જ્‍યૂસ અને ફંક્‍શનલ બેવરેજીસ માટે માસ્‍ટર બ્રાન્‍ડ તરીકે સ્‍થાપિત કરીઃ રસકિક ગ્‍લૂકો એનર્જી લોન્‍ચ કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૭:  રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડ (આરસીપીએલ)એ આજે મહેનતુ ભારતીયો માટે તૈયાર કરાયેલું એનર્જી બુસ્‍ટિંગ અને રિ-હાઈડ્રેટિંગ બેવરેજ રસકિક ગ્‍લૂકો એનર્જી લોન્‍ચ કરવાની જાહેરાત કરી છે.

ઇલેક્‍ટ્રોલાઇટ્‍સ, ગ્‍લુકોઝ અને રિયલ લેમન જ્‍યૂસથી ભરપૂર આ પ્રેરણાદાયક પીણું સિંગલ-સર્વ SKU દીઠ રૂ.૧૦ની કિંમતે ઉપલબ્‍ધ છે. રસકિક ગ્‍લૂકો એનર્જીની રજૂઆત સાથે આરસીપીએલ રિ-હાઈડ્રેશન સેગમેન્‍ટમાં પ્રવેશ કરીને આ કેટેગરીમાં નવો જ ચીલો ચાતર્યો છે, જે ભારતની તાજગીસભર રહેવાની પદ્ધતિને બદલી રહી છે.

જ્‍યૂસ અને બેવરેજીસની ઓફરિંગ માટેની માસ્‍ટર બ્રાન્‍ડ તરીકે રસકિકની રજૂઆત સાથે આરસીપીએલ ભારતીય ગ્રાહકની રોજિંદી જરૂરિયાતોને અનુરૂપ ગ્રાહક-કેન્‍દ્રિત ઉત્‍પાદનો તૈયાર કરવા માટે સમર્પિત એક‘‘ટોટલ બેવરેજ એન્‍ડ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ કંપની'' તરીકે પણ પોતાને પ્રસ્‍થાપિત કરી રહી છે.

સ્‍થાનિક સ્‍તરની ઊંડી સૂઝ સાથે વૈશ્વિક ધોરણોને જોડતી પ્રોડક્‍ટ્‍સ રજૂ કરવા માટે પ્રતિબદ્ધ રસકિક હવે વિવિધ રીતે સુલભ અને ઉત્તમ ગુણવત્તાયુક્‍ત ફ્રૂટ-બેઝ્‍ડ ડ્રિંક્‍સ, જ્‍યુસિસ અને ફંક્‍શનલ બેવરેજીસ પૂરા પાડવા માટેનું અનન્‍ય સ્‍થાન ધરાવે છે. રસકિક હાલમાં મેંગો, એપ્‍પલ, મિક્‍સ ફ્રૂટ, કોકોનટ વોટર અને નિમ્‍બુ પાની વેરિઅન્‍ટ્‍સ ઓફર કરે છે અને ભારતીય પ્રાદેશિક ફળોની વિવિધતા અને સ્‍વાદ પસંદગીઓથી પ્રેરિત પોર્ટફોલિયોને વિસ્‍તળત બનાવશે. તેમ કેતન મોદીએ જગાવ્‍યું છે.

(2:24 PM IST)