<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

બેદરકારી રાખશો તો આવા હાલ થશે : અકસ્‍માતગ્રસ્‍ત બાઇકનું પ્રદર્શન કરી જાગળતિ લાવવાનો ટંકારા પોલીસનો અનોખો પ્રયાસ

ટંકારા પોલીસે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટ્રાફિક નિયમો અંગે જાગળતતા ફેલાવી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૭:  ટંકારા પોલીસે ટ્રાફિક નિયમોના પાલન અંગેની જાગળતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે. જેમાં પોલીસ દ્વારા અકસ્‍માતગ્રસ્‍ત બાઇક જાહેરમાં મૂકી લોકોને સલામતી જાળવવાનો સંદેશો આપવામાં આવ્‍યો છે. રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારામાં પોલીસ દ્વારા બે અકસ્‍માતગ્રસ્‍ત બાઇક સ્‍ટેજ ઉપર રાખવામાં આવ્‍યા છે. હાલ ટંકારા પીઆઇ ચારોલ અને  પીએસઆઈ એમ.જે.ધાંધલ સહિતની ટિમ દ્વારા ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાગળતિ લાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. આ સાથે સ્‍ટેજ ઉપર અકસ્‍માત એ કુદરતી નહિ માનવસર્જિત પરિણામ, નસીબ બચાવે કોઈક વાર સુરક્ષા બચાવે વારંવાર, વાહન ધીમે ચલાવો, આપણી જિંદગી કિંમતી છે આવા સ્‍લોગન પણ લગાવવામાં આવ્‍યા છે

(2:07 PM IST)