News of Tuesday, 7th January 2025
શનિવારે વેરાવળના નાવદ્રા ગામમાં વિજ્ઞાન જાથાનો જનજાગળતિ કાર્યક્રમ

રાજકોટ તા.૭: ગિર સોમનાથ જિલ્લાનું વેરાવળના નાવદ્રા સપ્તર્ષિ વિકાસ મંડળ ટ્રસ્ટ સંચાલિત આસ્થા વિદ્યાલય ઉપક્રમે છાત્ર-છાત્રાઓ, વાલી અને ગ્રામજનોમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગળતિ કાર્યક્રમનું અદ્દભુત આયોજન શનિવાર તા. ૧૧ મી જાન્યુઆરીએ રાત્રિના ૮ કલાકે કરવામાં આવ્યું છે. જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપશે. દેશભરમાં અગ્રસ્થાને જાથાનો ૧૦૦પર મો કાર્યક્રમ યોજાશે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ટ્રસ્ટી રમેશભાઈ વાજા, સરમણભાઈ વાજા, પ્રિન્સિપાલ રાહુલભાઈ ડોડીયા, જશીબેન મેર, વિવેકભાઈ વાજા, સહિત ગામના આગેવાનો, શિક્ષણવિદ, પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે.શનિવાર રાત્રિના ૮ કલાકે નાવદ્રા ગામના મહાકાળી માતાજીના વિશાળ પટ્ટાંગણમાં ગ્રામજનો, જાહેર જનતા અને આસપાસના ઈન્દ્રોઈ, પંડવા, કોડિદ્રા, સોનારિયા, બીજ, મેધપુર, બોલારા ગામના જાગળતો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, કંકુ પગલા ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, કંકુ પગલા ચમત્કારિક રીતે પ્રગટ કરવા, મોંમાં અંગારા ખાવા, હાથ ઉપર સળગતા કાકડા ફેરવવા, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, ધૂણવું-સવારીની ડીંડકલીલા, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા, માથા ઉપર સળગતી સગડી રાખવી, હઝરતમાં જોવું, બેડી તુટવી, અગ્નિ ઉપર ચાલવું, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, દોરા-ધાગા, વચન-વધાવો આપવાની તરકીબ-તર્કટ, વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.
પ્રયોગ નિદર્શનમાં સુરત સત્ય શોધક સભાના સિધ્ધાર્થ દેગામી, જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, કેયુર પંડયા, હર્ષાબેન વકીલ, ભાવનાબેન વાઘેલા, ભાનુબેન ગોહિલ સહિત સ્થાનિક કાર્યકરો ભાગ લેવાના છે. સ્કૂલના ટ્રસ્ટી રમેશભાઈ વાજાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થવાનો હોય વહેલા તે પહેલા ધોરણે બેઠક વ્યવસ્થામાં સ્થાન મેળવી લેવું. રાજયમાં જનજાગળતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
