<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મોરબીમાં છરીના ઘા મારી હત્‍યાના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૭: આરોપી શહેઝાદ સબીર સીપાહી તથા અન્‍ય બે આરોપીની હત્‍યાના ગુનામા એ. ડિવિઝન પોલીસસ્‍ટેશન મોરબી દ્વારા ધરપકડ કરવામા આવેલ જે ગુન્‍હાના કામે આરોપી સબીર એ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરેલ હતી તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામા આવેલ છે.

આ કેસની વિગત મુજબ, યુવતી સાથે ફોનમાં અવાર નવાર વાત કરતો હોય જે બાબતે શંકા રાખી આરોપીઓ મોરબીના ભક્‍તિનગર સર્કલ ખાતે ભાવિક ભરતભાઈ પુજારાને છરીના ઘા ઝીંકી હત્‍યા કરી હતી. આ અંગે આરોપી ઈલ્‍યાસ બ્‍લોચ, નવાજ બ્‍લોચ, શહેઝાદ સીપાઈ સામે મળતકના પિતા ભરતભાઈ લક્ષ્મીચંદ પુજારા (રહે.મોરબી)એ તા.૧૫/૦૮/૨૦૨૨ ના રોજ મોરબીના એ.ડિવિઝન પોલીસ સ્‍ટેશન એફ.આઈ.આર નોંધાવેલ હતી. આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આરોપી શહેઝાદ સબીર સીપાહીએ જેલમાંથી છૂટવા હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આરોપી શહેઝાદએ ગુનામાં ભજવેલ ભાગ જોવામાં આવે તો મરણજનારને લાત તથા મુકકા મારેલ છે. જે મરણજનારના મરણોન્‍મુખ નિવેદન પરથી ફલીત થાય છે. અને શરતોને આધીન જામીન પર મુકત કરવા અરજ કરેલ તેમજ સામા પક્ષે સરકારી વકીલ દ્વારા દલીલ કરવમા આવેલ હતી કે સદર ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઈ આરોપીની જામીન અરજી નામંજૂર કરવા અરજ કરેલ. દલીલો ધ્‍યાને લઈ હાઇકોર્ટએ  જામીન મંજુર કર્યાં છે. આ કામમા આરોપી શહેઝાદ સબીર સીપાહી વતી રાજકોટના યુવા ધારાશાષાી રાજન કોટેચા, સ્‍તવન મહેતા, નીકુંજ શુકલ, કળનાલ કોટેચા, બ્રિજેશ ચૌહાણ, ડેનીશા પટેલ, નીલરાજ રાના, સત્‍યજીતસિંહ જાડેજા, જય વણઝારા, શ્‍યામ ત્રીવેદી, પ્રકાશ ચાવડા તથા મદદનીશ તરીકે નીશાંત ચાવડા, ઋષીત રોહીત અને નીરંજન ભટ્ટી તેમજ ગુજરાત હાઈકોર્ટમાં મીનેશ એરીનપુરીયા તથા દુર્ગેશ એરીનપુરીયા રોકાયેલ હતા.(૨૩.૨૦)

(3:01 PM IST)