<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ડીસેમ્‍બરમાં વીજ તંત્રે સપાટો બોલાવ્‍યો : સોલ્‍ટ વર્કસ -દૂધની ડેરી કોચીંગ કલાસ-ઓઇલ મીલ-કારખાનામાં ડાયરેકટર વીજ ચોરી ઝડપી લીધી

૬ પાર્ટીને રાા કરોડના વીજ ચોરીના બીલ ફટકાર્યા : ૧ મહિનામાં ૭ાા હજાર કનેકશનમાં વીજ ચોરી ઝડપાઇ : ર૯ કરોડના બીલો અપાયા : સૌથી વધુ વીજ ચોરી અંજાર-ભાવનગર સર્કલમાં પકડાઇ

રાજકોટ, તા. ૭ : રાજકોટ વીજતંત્રે ડીસેમ્‍બર-૨૦૨૪ દરમ્‍યાન  સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તારમાં વીજચોરી પકડવા  ખાસ ઝુંબેશ ચલાવી હતી.  જેમાં કુલ ૭૬૬૮ વીજ જોડાણો વિરૂધ્‍ધ કાર્યવાહી કરી રૂ. ૨૮.૯૭ કરોડના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે. ગેરરીતીમાં ડાયરેક્‍ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્‍જ, લોડ વધારો, વગેરે જોવા મળેલ હતી.  

અંજાર વર્તુળ કચેરી હેઠળના કડોલ ગામમાં મામદ જાનમામદ જુણેજા, ઓદ્યોગિક હેતુના સોલ્‍ટ વર્ક્‍સમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂ. ૯૬ લાખનું. અમરેલી વર્તુળ કચેરી હેઠળના અબસંગ ગામમાં મેણસીભાઈ સાર્દુલભાઈ વાઘ, ઓદ્યોગિક હેતુના દૂધની ડેરીમાં મીટર ટેમ્‍પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂ. ૩૮.૫૬ લાખના, (૩) જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર શહેરમાં ચેતરીયા પ્રવિણભાઈ કરશનભાઈ (આમાત્‍ય ગ્‍લોબલ આઈટી સોલ્‍યુશન), વાણિજ્‍ય હેતુના શૈક્ષણિક વર્ગોમાં ડાયરેક્‍ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂ. ૨૮ લાખના, (૪) ભાવનગર વર્તુળ કચેરી હેઠળના નાના અસરાણા ગામમાં મનુભાઈ દાનાભાઈ, વાણિજ્‍ય હેતુના ઓઈલ મિલ અને વેલ્‍ડીંગ વર્ક્‍સમાં મીટરના સીલો ટેમ્‍પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂ. ૨૭ લાખના, નેસવડ ગામમાં અલ્‍પેશ દુલાભાઈ જાયાણી, વાણિજ્‍ય હેતુના વાણિજ્‍ય હેતુના પ્‍લાસ્‍ટિક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં મીટરના સીલો ટેમ્‍પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂ. ૨૪.૮૯ લાખના અને (૫) રાજકોટ ગ્રામ્‍ય વર્તુળ કચેરી હેઠળના રામપર બેટી ગામમાં પ્રભાતભાઈ રામભાઈ લોખિલ, વાણિજ્‍ય હેતુના સેન્‍ડ વોશ પ્‍લાન્‍ટમાં ડાયરેક્‍ટ ટ્રાન્‍સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂ. ૨૧.૫૦ લાખના વીજચોરીના બિલો ફટકારાવામાં આવ્‍યાનું અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:15 PM IST)