<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

અમરેલી લેટર કાંડમાં દિકરીને ન્‍યાય આપવો જરૂરીઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા. ૭: જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે હાલ અમરેલીના લેટરકાંડમાં એક દિકરી નિર્દોષ હોવા છતા કાયદાની જોગવાઈની વિરુધ્‍ધ જઈને પોલીસે મોડી રાત્રે ધરપકડ કરીને સરઘસ કાઢી જેલ હવાલે કરેલ હતીે. જે આખો બનાવ ભાજપના સામાન્‍ય કેસમાં તપાસ કર્યા વગર પોલીસે આટલી શરમજનક કામગીરી કરી છે તેની સામે તથા કોનો દોરી સંચાર છે તેની તટસ્‍થ રીતે તપાસ થવી જોઈએ. કોઈપણ સમાજની બહેન-દિકરી સામે આવો બનાવ ન બને તે માટે સરકારે પણ જાગળતતા કેળવવાની જરૂર છે.ભાજપના નેતાઓ કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલને અન્‍યાય કર્યાની વાતો કરે છે. અમદાવાદ સ્‍ટેડીયમમાંથી સરદારનું નામ દુર કરવામાં આવ્‍યું, કેશુબાપાને બે વખત મુખ્‍યમંત્રી પદેથી હટાવવામાં આવ્‍યા, આનંદીબેન પટેલની જગ્‍યાએ નિતીનભાઈ પટેલને મુખ્‍યમંત્રી બનાવ્‍યા નહી. તેમજ પાટીદાર આંદોલન વખતે પટેલ સમાજના ૧૨ યુવાનોને ગોળીઓ દેવામાં આવ્‍યા, નિર્દોષ બહેન દિકરીઓને ઘરમાં જઈ બેફામ ગાળો દઈ અશોભનીય વર્તન કર્યું તેની તપાસ કરવામાં આવેલ નહી.   વિરોધપક્ષના કાર્યકરો કે પત્રકારો કે સામાન્‍ય વર્ગના લોકો સામે પોલીસ તાત્‍કાલિક પુરતી તપાસ કર્યા વગર પગલા ભરે છે. એ કેટલું વ્‍યાજબી ગણાય. તમામ વર્ગના લોકો સરકારના વહીવટીતંત્ર ની કામગીરીથી હેરાનગતી ભોગવી રહયા છે. ત્‍યારે આવા સંજોગોમાં દરેક સમાજના આગેવાનો સોશીયલ મિડીયા, પત્રકારો, અખબારો તથા વિરોધપક્ષ ના આગેવાનો એ જાગળત અને સંગઠીત થઈ અન્‍યાય કર્તા નિર્ણયો સામે (લડત આપવા) મનોમંથન કરવાની જરૂર છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(3:28 PM IST)