News of Tuesday, 7th January 2025
ગોંડલ માર્કેટ યાર્ડમા શિયાળાની સિઝનમાં ફળોની મોટા પ્રમાણમાં આવક : ભાવમાં વધઘટ

ગોંડલ તા.૭ : ગોંડલ માર્કેટ યાર્ડમાં વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ
આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં જામફળનો ભાવ 400થી 1100, દાડમ 400થી 1800, સફરજન 800થી 3500, ચીકુ 400થી 900, ટેટી 200થી 500, પપૈયા 400થી 500, સીતાફળ 800થી 1400, બોર 300થી 700 અને સંતરા 800થી 900 જોવા મળ્યો છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
