News of Tuesday, 7th January 2025
ગોંડલના વિજયનગર વિસ્તારમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે લોકાર્પણ

ગોંડલ::"આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ" દ્વારા લોકોને વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે આ સેવાનો વ્યાપ વધારવા ગોંડલ શહેરમાં આવેલ વિજયનગર વિસ્તારમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં ડીસ્ટ્રીક્ટ મેલેરિયા ઓફિસરશ્રી,નાયબ કલેકટરશ્રી ગોંડલ,અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા,લીલાબેન ઠુમમર,પરિતાબેન ગણાત્રા,રીનાબેન ભોજાણી, મામલતદારશ્રી ગોંડલ,નગરપાલિકા પ્રમુખશ્રી ગોંડલ,તાલુકા વિકાસ અધિકારી ગોંડલ,તાલુકા આરોગ્ય અધિકારી ડો. જી.પી.ગોયલ તથા અન્ય અધિકારીશ્રીઓ,રાજકીય આગેવાનો તથા ગોંડલના લોકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી,આયુષ્યમાન આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસરશ્રી ડૉ દિવ્યા પમનાણી તથા સમગ્ર સ્ટાફ દ્વારા તમામ માનવંતા મહેમાનોનું પુષ્પ ગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી- ગોંડલ)
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
