<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ભુતનાથના મહંત શિવગિરીજીઃ વીલ જાહેર

જુનાગઢ ભુતનાથ મંદિરના બ્રહ્મલીન પુ.વસંતગિરિબાપુએ વીલ બનાવ્‍યું હતું મહેશગિરિ ઉઘાડા પડી ગયાઃ શિવગિરીજીને પુ.વસંતબાપુએ જ જાહેર કર્યા હતાઃ મહેશગિરિએ દાદાગીરી અને કાવાદાવાથી સ્‍થાનક પર કબજો જમાવવા પ્રયાસ કર્યા હતાઃ શિવગિરિજી કહે છે કે, મને ધમકી આપીને મંદિરમાંથી કાઢી મુકયો હતોઃ ગિરીશ કોટેચાની હાજરીમાં પત્રકાર પરિષદ

પત્રકાર પરિષદ સંબોધતા જુનાગઢના અગ્રણી ગિરિશ કોટેચા પુ.શિવગિરીજી તથા એડવોકેટ હેમાબેન નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૭: જુનાગઢને આસ્‍થાના ધામ ભુતનાથ મહાદેવ મંદિરના વિવાદમાં આજે ઘટસ્‍ફોટ થયો છે. બ્રહ્મલીન પુ.વસંતગિરિબાપુએ પોતાના ઉતરાધિકારી તરીકે શિવગિરીજીની ચાદરવિધિ કરી હતી. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પુ.વસંતગિરિબાપુએ તૈયાર કરાવેલું વીલ પણ જાહેર થયું હતું. ગાદી પર કબજો જમાવવા મથતા મહેશગિરિ ઉઘાડા પડી ગયા હતા.

ગિરીશભાઇ કોટેચાની ઉપસ્‍થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શિવગિરિજી ઉપસ્‍થિત રહયા હતા અને પુ.વસંતગિરિ બાપુએ કરેલા વીલને પ્રદર્શિત કરીને કહયું હતું કે, પુ.બાપુએ મારી ચાદરવિધિ પણ કરી હતી.

શિવગિરિબાપુએ કહયું હતું કે, પુ.બાપુ બ્રહ્મલીન થયા બાદ મહેરગિરીએ ટ્રસ્‍ટીઓ તથા અન્‍યોની હાજરીમાં મને ધમકી આપીને કાઢી મુકયો હતો. મંદિર પર કબ્‍જો જમાવવા પ્રયાસ કર્યો હતો. શિવગિરિજી કહે છે કે, આ ઘટના બાદ હું રખડતું જીવન જીવતો હતો. ડ્રાઇવીંગ કરીને પેટિયું રળવા મજબુર બન્‍યો હતો.

શિવગિરિએ આક્ષેપ કર્યો હતો કે, મહેશગિરિએ દાદાગીરીથી પુ.બાપુના અંગુઠાના નિશાન લઇને આસ્‍થાના ધામ પર કબ્‍જો જમાવવા પ્રયાશ કર્યો હતો. તેમની અને મળતીયાઓની ધમકીઓને કારણે હું ભયભીત બનીને ભાગી ગયો હતો. બાદમાં ગિરિશભાઇ કોટેચાએ મહેશગિરિની દાદગીરી સામે લડત આપતા મેં ગિરિશભાઇનો સંપર્ક કર્યો, વીલ તથા અન્‍ય પુરાવા દર્શાવ્‍યા. ગિરીશભાઇે આ બધું ચકાસીને પોલીસમાં રજુ કર્યું અને આજે પ્રેસ કોન્‍ફરન્‍સ પ્રશ્નો બધું જાહેર કરી રહયા છીએ.

પત્રકાર પરિષદમાં કેમેરા સામે શિવગિરિજીના ઉતરાધિકારી તરીકેના દસ્‍તાવેજી પુરાવા જાહેર થયા હતા. પુ.વસંતગિરિજીએ કરેલા વીલનું પણ વાંચન કરાયું હતું. આ પ્રસંગે જુનાગઢના એડવોકેટ હેમાબેન પણ  ઉપસ્‍થિત રહયા હતા. એ વીલના સાક્ષી ભાવેશ સુખાનંદીનું એફીડેવીડ પણ રજુ કરાયું હતું.

વીલ નોટરાઇઝ સીલ બંધ કરવામાં હતું, જે પત્રકાર પરિષદમાં જ ખોલવામાં આવ્‍યું હતું. એડવોકેટે જણાવ્‍યું હતું કે, આ વીલ બાદ મહેશગિરિમાં કોઇ દાવો ભુતનાથધામ પર ટકતો નથી.

વીલમાં પુ.બ્રહ્મલીન વસંતગિરિબાપુએ સ્‍પષ્‍ટ લખાવ્‍યું છે કે, ભુતનાથ મહાદેવ મંદિરના મહંત શિવગિરિજીને બનાવવાના રહેશે. તે મારા એકમાત્ર શિષ્‍ય તરીકે છે. મારી ગેરહાજરીમાં મહંત તરીકે શિવગિરિજી જ સેવા આપશે.

આ પત્રકાર પરિષદ બાદ મહેરગિરિના તમામ દાવા નિર્મૂલ થઇ ગયા હોવાનું વકતાઓએ જણાવ્‍યું હતું.

(3:48 PM IST)