News of Tuesday, 7th January 2025
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ વિભાગના મંત્રીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર કચેરી જામનગર ખાતેથી સહભાગી થયા

જામનગર:કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર કચેરી જામનગર ખાતેથી જોડાયા હતા.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ તમામ મંત્રીઓ પાસેથી તેમના રાજ્યોની કૃષિ વિષયક વિગતો મેળવી હતી. અને જરૂરી સૂચનો માગ્યા હતા.
જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના લગત સૂચનો તેમજ નવી ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે બજેટના માધ્યમથી નવા માધ્યમોને સ્માથન આપવું જેવા કે નેનો ઉર્વરક, ડ્રીન ટેકનોલોજી વગેરેમાં ખેડૂતોને સહાય આપવામાં આવે જેથી કરીને તેઓ કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવતા થાય. કેન્દ્ર સરકાર તરફથી જે યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવે જેવા સૂચનો આપ્યા હતા.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
