<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

અમરેલી લેટરકાંડ : યુવતિને રાત્રે લઇ જતા પરેશ ધાનાણીએ કાફલાને અટકાવ્‍યો

વિઠ્ઠલપુરમાં યુવતિના નિવાસ સ્‍થાને તાલુકા મામલતદાર - એજયુકેટીવ મેજીસ્‍ટ્રેટ સમક્ષ પિડીતાનું નિવેદન લેવાયુ : ઘટનાક્રમ વર્ણવ્‍યો : જે.એમ.પરમાર અને અર્પિતાબેને કહયુ કે પટ્ટા મારો તો જ આ યુવતિ બોલશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૮: અમરેલીના લેટરકાંડમાં સીટની ટીમ રાત્રીના યુવતિને મેડિકલ ચેકઅપ માટે લઇ જતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ  ધાનાણીએ આ કાફલાને અટકાવ્‍યો હતો અને યુવતિને ફરી ઘરે મોકલી દીધી હતી.

વિઠ્ઠલપુરમાં યુવતિનાં નિવાસ સ્‍થાને તાલુકા મામલતદાર એજયુકેટીવ મેજીસ્‍ટ્રેટ સમક્ષ લક્ષતાનું નિવેદન લેવાયુ હતુ. યુવતિએ ઘટનાક્રમ વર્ણવીને જે.એમ. પરમાર અને અર્પિતાબેને કહયુ હતુ કે, આને પટ્ટા મારો  તો જ આ યુવતિ બોલશે.પોલીસની માફક ( ને પણ ઉતાવળ હોય તે રીતે આજે રાત્રે જ આ પ્રકરણમાં કાર્યવાહી શરૂ તો કરી દીધી. મેડિકલ ટેસ્‍ટના બહાને પાયલને ફરી એક વખત રાત્રે લઇ જઇ ( ના સભ્‍યોએ સૌને ચોંકાવી દીધા છે. ( દ્વારા આ પ્રકારની ગતિવિધિ હાથ ધરાયાની વિગત કોંગ્રેસના નેતા પરેશભાઇ ધાનાણીને મળતા તેઓ તાબડતોબ ધસી ગયા હતા અને (( ના અધિકારીને રોકીને આ બાબતમાં પૃચ્‍છા કરી હતી. દરમિયાન પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ આ બાબતે વાત કરતાં એક કહયુ હતુ કે આ પ્રકરણમાં સૌને અંધારામાં રાખવાની સરકારી કોશિક નાકામ જ રહેશે

(11:14 AM IST)