News of Wednesday, 8th January 2025
ભડીયાદ ઉર્ષમાં જઇ રહેલ આઇશર વિજ વાયરને અડી જતા સળગી ઉઠયું: બાલાસિનોરના બે યાત્રાળુના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૮ : બગોદરા હાઈવે પાસે ઉર્સમાં જઈ રહેલી આઇશરમાં અચાનક જ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજવાની ઘટના સામે આવી છે અને એક વ્યક્તિને ઈજા થવા પામી છે જેને સારવાર માટે ધંધુકા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છ. આ આઇશર ભડીયાદ ઉર્ષમાં જઈ રહી હતી અને તે સમયે અચાનક જ શોર્ટ સર્કિટ થવાના કારણે આઇસરમાં આગ લાગવાની ઘટના બની હતી.
બગોદરા હાઈવે ઉપર ધંધુકા અને ફેદરાની વચમાં ભડીયાદ પીર ઉર્ષના મેળામાં જઈ રહેલ વાહન ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રકને વીજ વાયર અડી જતા અચાનક આગ લાગવાની ઘટના બની છે.
જેમાં આઇસર ટ્રકમાં જઈ રહેલા યાત્રાળુ ગોધરા ગામ પાસે જમવા માટે વાહન સાઈડમાં લઈ જતા હતા ત્યારે અડી જતા તેમાં સવાર બે યાત્રાળુઓના મોત થયા હતા.
ઘાયલને ફેદરા ૧૦૮ મારફતે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળત્યુ પામનાર ૨૧ વર્ષીય હુસેન મિયા ખલીફા તેમજ ૩૬ વર્ષીય સુલતાન બીબી જોહરમીયા પઠાણ હતા યાત્રાળુઓ બાલાસિનોર બાજુના હોવાનું જાણવા મળી રહ્યું છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
