News of Wednesday, 8th January 2025
મોરબીના યુવાને શરીરે પટ્ટા મારીને અમરેલીની ઘટનાને વખોડી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૮ :.. અમરેલીની દીકરીને ન્યાય ન અપાવી શકવાના અફસોસ અને પીડા સાથે જે રીતે ગોપાલ ઈટાલીયાએ શરીરે પટ્ટા મારી પોતાની વેદના ઠાલવી હતી. તે રીતે જ મોરબીના મિતુલ કુંડારીયા નામના યુવાને પણ શરીરે પટ્ટા મારી દીકરીને ન્યાય ન અપાવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યુ હતુ કે, જે પટ્ટા ખાઈ શકે છે તે પટ્ટા મારી પણ શકે છે. ઉપરાંત તેણે લોકોને અપીલ કરી હતી કે પક્ષ જોઈને નહી, વ્યક્તિ જોઈને મત આપો.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
