<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

હાલની આકરી ઠંડીની અવધિ એક કે બે દિ'!

દસમીએ નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના આગમને ઠંડી ઘટીને તાપમાન ફરી થોડું ઉંચુ જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૮: ઉતરના ઠંડાગાર કાતિલ ઠંડીના પવનો હાલ વાઇ રહ્યા હોઇ, ન્‍યુનતમ તાપમાનનો પારો નીચે ગગડી જઇ વર્તમાન શિયાળાની વિતેલી રાત્રિઓની સોૈથી ઠંડીગાર રાત્રિ અનુભવાઇ હતી. ત્‍યારે આ શિત લહેરનું આયુષ્‍ય લાંબુ નથી. એક કે બે દિ'માં આ અચાનક વધેલી ઠંડી ફરી અચાનક તાપમાન ઉંચે આવશે કારણ કે નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન આ પૂર્વે ૧૩-૧૪ તારીખ આસપાસ  થશે. તેવી ધારણાઓ થઇ રહી હતી. પણ હવે એથી વહેલી ૧૦મીએ આ ડબલ્‍યુડીના આગમનથી ઉતરના પવનો ગુજરાત તરફ વહેતા બંધ થયે તાપમાન વધી, ઠંડીમાં ઘટાડો જોવા મળશે. વળી આ ડબલ્‍યુ ડી ના આગમનથી ૧૦ થી ૧૪ (મકરસંક્રાતિ) સુધી રાજસ્‍થાનના અમુક ભાગો સહિત દિલ્‍હી- પંજાબ- હરીયાણા વગેરે રાજયોમાં કમોસમી વરસાદી માહોલ છવાશે. તેમ આઇએમડી ફોરકાસ્‍ટ મોડેલ મેપમાં દર્શાવે છે. સ્‍કાયમેટના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવત અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા નહીવત રહેશે. આ વર્તારાઓથી એ સ્‍પષ્‍ટ થાય છે કે, મકરસંક્રાતિ સમયે ઠંડીનો નવો જાજરમાન રાઉન્‍ડ અસ્‍તિત્‍વમાં હશે ખરો

(12:15 PM IST)