<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

આરોપીના રાજકોટના ફલેટમાંથી મૃતકના બુટ અને પીવડાવવામાં આવેલ મેડિસિન કબજે કરાઇ

મોટા મહીકા ગામે રાજકોટના યુવાનની હત્‍યાના આરોપીનું રિકવરી સીઝ પંચનામું કરાયું આરોપી હસમુખ ધનેજા જેલ હવાલેઃ સગીર આરોપી મેચ્‍યોરીટી ધરાવે છે કે કેમ? પોલીસ દ્વારા સાયકોલોજી ટેસ્‍ટ કરાવાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૮:  ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે રાજકોટના યુવાનની ફિલ્‍મી સ્‍ટોરી સમાન હત્‍યાના બનાવમાં પોલીસે આરોપીના રિમાન્‍ડ દરમિયાન  રિકવરી સીઝ પંચનામું કરાવતા રાજકોટ ખાતે આરોપીના ફલેટ પાસેની જગ્‍યાએ થી મરણ જનારના બુટ અને તેને પીવડાવવામાં આવેલ મેડિસિનની સ્‍ટ્રીપ કબજે કરવામાં આવી હતી. આરોપીના રીમાન્‍ડ પુર્ણ થતા જેલ હવાલે કરર્યો હતો.

ગોંડલ તાલુકા પીઆઇ રાવ એ જણાવ્‍યું હતું કે અદાલત દ્વારા રિમાન્‍ડ મંજૂર કરવામાં આવતા હત્‍યાના આરોપી હસમુખ ધનજા ને તેના રાજકોટ ખાતે વર્ધમાન કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલ ફલેટમાં લઈ જવામાં આવ્‍યો હતો ત્‍યાંથી તેને મરણ જનાર સંદીપગીરી ગૌસ્‍વામીના બુટ કાઢી આપ્‍યા હતા અને કહ્યું હતું કે સંદીપગીરીને મોતને ઘાટ ઉતારી તેના બુટ તેને પહેરી લીધા હતા અને પોતાના ચપ્‍પલ ત્‍યાં છોડી દીધા હતા બાદમાં રાજકોટ આવી ફલેટની બાજુની અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધા હતા આવી જ રીતે આરોપી હસમુખ મગજની બીમારીથી પીડાતો હોય લોરાઝેફામ નામની ટેબલેટ લેતો હોય તેમાંથી એક ગોળી સંદીપગીરીને પીવડાવી બેભાન કર્યો હોય તે સ્‍ટ્રીપ પણ કબજે કરી હતી. ગઇકાલે આરોપી હસમુખ રીમાન્‍ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કરાયો હતો અને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. દરમિયાન આ હત્‍યામાં પકડાયેલ સગીર આરોપી મેચ્‍યોરીટી ધરાવે છે કે કેમ ? તે જાણવા પોલીસે સગીર આરોપીનો રાજકોટ ખાતે મેચ્‍યોરીટી ટેસ્‍ટ કરાવાયો હતો. જો સગીર આરોપી મેચ્‍યોરીટી ધરાવતા હોવાનો રીપોર્ટ આવશે તો તેની સામે અન્‍ય આરોપીની જેમ જ કોર્ટમાં ફાયલ ચલાવવામાં આવશે તેમ તાલુકાના પી.આઇ. જે.પી. રાવે જણાવ્‍યું હતું

(2:10 PM IST)