<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

સોમનાથ- વેરાવળમાં પતંગ બજાર-સજજ

પ્રભાસ-પાટણ દ્વારા તા.૮: સોમનાથ-વેરાવળનો માહોલ સૂર્ય ઉપાસના મહાપર્વ મકર સંન્‍કાંન્‍તને આવકારવા પતંગ બજાર સજજ થઇ ગયું છે.

સોમનાથ અને ખાસ કરીને વેરાવળની બજારમાં ઠેર-ઠેર પતંગ-દોરા-ફિરકી-પતંગ -મહોરાં-વિવિધરંગી અને વિવિધ સાઇઝો તથા પક્ષીઓના આકારની પતંગો અત્‍યારથી જ ગ્રાહકોની અવરજવરથી લોકોમાં તહેવારનો અનેરો આનંદ ચહેરાઓ ઉપર છલકાઇ રહ્યો છે.વેરાવળમાં સૌથી વધુ જૂના અને પઢીઓથી પતંગનો વ્‍યવસાય કરતા બદુશા પતંગવાળા જણાવે છેકે ‘‘ અમો પેઢીઓથી આ જ વ્‍યવસાય કરીયે છીએ અને વિવિધ ડીઝાઇન,રંગ અને આકારના પતંગો આમારા ઘરાકોને આકર્ષે છે.

પતંગ બે રૂપીયાથી એક હજાર રૂપીયા સુધીની એક પતંગ પણ બજારમાં આવતી હોય છે. પતંગ સાથે દોરા,રીલ,ફીરકી, પતંગ ઉડાવતી વખતે સૂર્યનો તાપ ન લાગે તે માટેના ચશ્‍મા કેપ, કલરના પીપ આવુ ઘણુ બધું પતંગ બજારામાં મળી રહે.

પ્રભાસ પાટણ તાલુકાશાળા પાસે ચા દૂકાન ધરાવતા રમેશ ગઢીયા દિવસભર પતંગની દોરીને સાયકલના વ્‍હીલ ચકકરમાં ઝડપી હેન્‍ડલ ફેરવી ᅠરંગીન બનાવતા નજરે ચઢેᅠતો કરીયાણા- કટલેરી, લાડુ, ખીચડો અનાજ, ઊંધીયું મસાલા, ઊંધીયા તૈયારીઓ, પૂજા-પાઠ સંન્‍ક્રાંતની આયોજનો-દાન-દક્ષિણાઓ- દેવ દર્શનો બધાયની તૈયારીઓનું કાઉન્‍ટ ડાઉન થઇ રહ્યું છે અને આતુરતાપૂર્વક- ચગડોળે સંક્રાન્‍તની રાહ જોવાઇ રહી છે.આ વર્ષે પવન પણ પતંગ અનુકુળ છે

(12:18 PM IST)