<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

વેરાવળ ૮૦ ફુટ રોડ ઉપર રેયોન કવાર્ટસમાં લાગેલ ભયાનક આગ

ઘરવખરી તમામ બળીને ખાખ બે કલાકે આગ કાબુમાં આવી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮:  ૮૦ ફુટ રોડ ઉપર રેયોન કંપની ના કવાર્ટસ આવેલા છે તેમા ત્રીજા માળે રહેતો પરીવાર બહારગામ ગયેલ હોય અચાનક આગ લાગતા તેજ બિલ્‍ડીગ માં રહેતા પરીવારોમાં ભાગમભાગ થયેલ હતી ભયાનક આગ લાગતા ફાયર ફાઈટર બે તેમજ કંપનીનો એક ફાઈટર કુલ ૩ આગ બજાવવા દોડી ગયેલ હતા બે કલાકે આગ કાબુ માં આવેલ હતી દર નો બધોજ સામન બળીને ખાખ થઈ ગયેલ હતો.

વેરાવળ ફાયર ફાઈટર ના અધિકારીઓએ કર્મચારીઓએ જણાવેલ હતું કે ૮૦ ફુટ રોડ ઉપર આવેલ ત્રણ માળ ના બિલ્‍ડીગો રેયોન કંપનીના કર્મચારીઓ અધિકારીઓ માટે બનેલ છે ત્‍યાં ત્રીજા માળે રહેતો એક પરીવાર બહાર ગામ ગયેલ હોય અચાનક તેમાં આગ લાગતા તે બિલ્‍ડીગમાં રહેતા પરીવારોમાં ભાગમભાગ થયેલ હતી તાત્‍કાલીક ફાયર ફાઈટર ને જાણ કરતા નગરપાલિકાના બે ફાયર ફાઈટર તેમજ રેયોન કંપનીનું એક ફાયર ફાઈટર દોડી ગયેલ હતું ભયાનક આગ કાબુમાં લેવામાં બે કલાક જેવો સમય લાગેલ હતો ધર મા રહેલ બધોજ સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો સમયસર આગ કાબ માં આવી જતા બીજા કોઈ માલહાની કે જાનહાની થયેલ નથી આગ લાગેલ તે ઘટના સ્‍થળે નગરપાલિકાનો સ્‍ટાફ તેમજ રેયોન ના કર્મચારીઓ દોડી ગયેલ હતા પ્રાથમીક કારણમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગેલ હોય તેવું ફાયર ફાઈટર વિભાગ માંથી જણાવેલ હતું

(1:36 PM IST)