<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ચોક્‍સી કોલેજ વેરાવળ એન.એસ.એસ. યુનિટનો ખાસ વાર્ષિક કેમ્‍પ પાટણ ખાતે યોજાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮:  શ્રી સોમનાથ એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી.ચોક્‍સી આર્ટ્‍સ અને શ્રી પી.એલ.ચોક્‍સી કોમર્સ કોલેજ વેરાવળ રાષ્‍ટ્રીય સેવા યોજના દ્રારા ખાસ વાર્ષિક શિબિરનું આયોજન પાટણ ખાતે તા.૦૭/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૧/૨૦૨૫ દરમ્‍યાન કરવામાં આવેલ જે અંતર્ગત તા. ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ પાટણ એમ.જે. સ્‍વામિનારાયણ  હાઈસ્‍કૂલ ખાતે ખાસ વાર્ષિક શિબિર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્યક્રમમાં સંસ્‍થાના ચેરમેનશ્રી સુરેશભાઇ કંપાણી, સેક્રેટરીશ્રી ભરતભાઇ શાહ,સભ્‍યશ્રી જાગેશભાઈ ચોવટીયા તેમજ અતિથિ વિશેષ તરીકે શા.સ્‍વા.ભક્‍તિ-કાસદાસજી,સ્‍વામી રામસ્‍વરૂપદાસજી, ડી.વાય.એસ.પી. માનસેતા સાહેબ પાટણ પોલીસ સ્‍ટેશન,શ્રાધ્‍ધાબેન મેહતા સી.એસ.આર. હેડ જન સેવા ટ્રસ્‍ટ ઇંડિયન રેયોન, સોનલ બેન રાઠોડ દહેજ પ્રતિબંધક અધિકારી, શ્રી દિગંતભાઈ દવે કચેરી અધિક્ષક વેરાવળ પાટણ નગરપાલિકા, શ્રી હેમલભાઈ ભટ્ટ સોમપુરા બ્રહ્મસમાજ પ્રમુખ પાટણ, ફોરેસ્‍ટર કે.ડી.પંપાણિયાસાહેબ, જોશીભાઈ, દિલીપભાઇ દેવમુરારીરોજગાર કચેરી, પ્રિન્‍સિપાલશ્રી ડી.એમ.રામાણી સાહેબ, એમ.જે.બંધિયા સાહેબ, સ્‍મિતાબેન છગ, જિગરભાઈ રાવલ,ચન્‍દ્રેશભાઈ જોશી,કુંજભાઈ ધનેશા, પુંજાભાઇ છાત્રોડિયા, પત્રકારશ્રીઓ તેમજ પ્રો. નીલાબેન કાલાવાડીયા તથા સચિનભાઈ સીતાપરા  એન,એસ,એસ,પ્રોગ્રામ ઓફિસર તેમજ વિવિધ કોલેજોના પ્રોફેસરશ્રીઓ, ચોક્‍સી કોલેજના આચાર્ય ડૉ.એન.એલ.જોશી સાહેબ તેમજ સમગ્ર સ્‍ટાફ, તેમજ એમ.જે.સ્‍વામિનારાયણ સ્‍કૂલના  સમગ્ર સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ.

 ઉદ્દઘાટન સમારોહમાં પ્રાર્થના,દીપ પ્રાગટય બાદ ઉપસ્‍થિત મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત ઇન્‍ચાર્જ આચાર્ય ડૉ. એન.એલ.જોશી સાહેબ દ્રારા કરવામાં આવેલ ત્‍યારબાદ ઉપસ્‍થિત મહેમાનો દ્રારા પ્રસંગોચિત ઉદ્દબોધન કરવામાં આવેલ, તેમજ શા.સ્‍વા.ભક્‍તિ પ્રકાસદાસજી  દ્રારા આશીર્વચન પાઠવવામા આવેલ , તેમજ વિશિસ્‍ટ સિધ્‍ધી પ્રાપ્ત કરેલ એન.એસ.એસ.સ્‍વયં સેવક ભાઈ બહેનોનું સન્‍માન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ.એ.એમ.ચોચા દ્રારા કરવામાં આવેલ તથા લોકવિજ્ઞાન કેન્‍દ્રના સંયોજક કોટડીયા સાહેબ તેમજ સંસ્‍થાના સંચાલક મુન્નાભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં  સહાયરૂપ ભૂમિકા ભજવેલ.

(1:39 PM IST)