<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ધ્રોલમાં શનીવારથી ૧૩ મહિના સુધી અખંડ રામધુન ગુંજશે

૧૦૦૮ દિપ પ્રગટાવીને મહાઆરતી સાથે શ્રી રામધામ આશ્રમ ટ્રસ્‍ટ દ્વારા મગનભાઇ કાસુન્‍દ્રાના હીરાના કારખાને પ્રારંભઃ હનુમાનજી રૂદ્રી-મહાયણ યજ્ઞ યોજાશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૮ :..  પરમ પુજય સંત શ્રી નાથાબાપા ભગતના આર્શિવાદથી તેમની નેમ પુરી કરવા ૧૩-૧૩ માસના ત્રણ અનુષ્ઠાન કરવાના સંકલ્‍પ સાથે મોરબી-ટંકારા ભવ્‍ય રીતે પુર્ણ કરીને ત્રીજા અનુષ્ઠા રૂપે ધ્રોલના શ્રી રામધામ આશ્રમ ટસ્‍ટ ધ્રોલ ધ્‍વારા મગનભાઈ કાસુન્‍દ્રાના હીરાના કારખાને રાજકોટ હાઈવે ખાતે આગામી તા. ૧૧/૧/૨૫ના રોજથી અંખડ રામધુનનો પુજય સંત શ્રી ભરતદાસબાપુ (માલસરવાળાન વરદ હસ્‍તે પ્રાંરભ થશે અને ૧૩ માસ સુધી શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમા અંદાજે ૧૦૦ થી વધુ ગામોમાંથી અને ધ્રોલ શહેરમાંથી વારા મુજબ શ્રી રામધુન મંડળ/ગોપી મંડળ લાભ લેવા પધારશે અને તા.૧૧ ના રોજથા શ્રી હનુમાનજી રુદી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે.

ધ્રોલ ખાતે આગામી તા. ૧૧ના રોજ ૧૩ માસ સુધી અંખડ રામધુનનો ૧૦૦૮ દિપ પ્રગટાવી મહા આરતી ઉતારી સાંજે ૭ કલાકે સતત અખંડ રામધુનનો પ્રારંભ થશે અને શનીવારના રોજ આજ દિવસે શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞના યજમાન ફુલાબેન રમેશભાઈ રાણીપા(રાજકોટ), હર્ષાબેન ઓધવજીભાઈ કાસુન્‍દા(ધ્રોલ), ગોદાવરીબેન હરોગોવિંદભાઈ જાલરીયા, શ્રીમતી નર્મદાબેન ગોપાલભાઈ ડઢાણીયા, શ્રીમતી જશુબેન બાબુભાઈ ગોપાણી, શ્રીમતી ભગવતીબેન ગોધાણી, શ્રીમતી સીમ્‍પલબેન ગોધાણી, શ્રીમતી રસીલાબેન ગોધાણી રીમતી વનીતાબેન દેત્રોજાના મહાયજ્ઞ યોજાશે જેના શાષાી તરીકે ભાવેશભાઈ ભટ્ટ ધ્‍વારા યજ્ઞ કરવામાં આવશે.

મોરબી બાદ ટંકારા ખાતે તા. ૯/૧/૨૫ના રોજ બીજા અનુષ્ઠાન રૂપે ૧૩ માસની ધુન ટંકારા વિરામ લેશે અને બીજા અનુષ્ઠાનની પુર્ણાહુતી નિમતે રામદેવપીર મહાયજ્ઞ ખંડપાટ પુરાશે રાત્રે રામદેવપીરનું આખ્‍યાન કરવા પીઠડાઈ ગૌ સેવા રામપીર મંડળ પીઠડ ગામથી પધારશે અને તા. ૧૯/૧/૨૫ના રોજ વહેલી સવારે શ્રી રામની ચરણ પાદુકા, શ્રી રામદરબારની પ્રતિમા, પરમ પુજય સંતશ્રી નાથાબાા ગત પ્રતિમાની રથ સાથે શોભાયાત્રા ધ્રોલ ખાતે રવાના થશે.

ટંકારા ધુન સ્‍થળથી શોભાયાત્રા નીકળીને ધ્રુવનગર, લજાઈ વીરપર, સનાળા, મોરબી બાયપાસ હાઈવે, નાની વાવડી, માણેકવાડા, આમરણ દુધઈ તારાણા,મોરાણા હજામચોરા, કેશીયા, લખતર માવાપર રાત્રી રોકાણ કરીને ધ્રોલ પહોચશે અને શોભાયાત્રા દરમ્‍યાન ગામે ગામ રામના પ્રેમીજનોએ કંકુ ચોખા ફુલથી વધાવવા આવી શકે છે અને પુજય સંત શ્રી નાથાબપાની જન્‍મભુમિ માવાપર ગામે તા. ૧૦/૧/૨૫ના રોજ શુક્રવારે બપોરે ૩.૩૦ થી રાત્રીના ૪ વાગ્‍યા સુધી ૧૨ અંખડ શ્રી રામનામ જપ મહાયજ્ઞ કરવામાં આવશે અને તા. ૧૧/૧/૨૫ના રોજ વહેલી વારે ૬ કલાકે શોભાયાત્રા ધ્રોલ રવાના થશે, ધ્રોલ ખાતે અંખડ રામધુન દરમ્‍યાન દરરોજ ચા-પાણી, બપોરે-સાંજે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે અને ભકતજનો માટે ઉતારાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. ધ્રોલ ખાતે અખંડ રામધુનના આયોજન દેપાળીયાના બાબુભાસ ગોપાણી, રાજકોટના રમેશભાઈ જીવરાજભાઈ રાણીપા વગેરેની પ્રેરણાથી હોય આ અંખડ રામધુનનો લાભ લેવા માટે સૌ કોઈ શ્રધ્‍ધાળુઓને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

 

૪૭ વર્ષથી હજારો વ્‍યકિતઓને હરીનામ લેતા કર્યા

પુજય બાપાને તેમના માતળશ્રી જેઠીમાના આશિર્વાદથી તેમનું ગુરૂ સ્‍થાન શ્રી આંબાભગતની જગ્‍યા-ધ્રોલ માંથી ભક્‍તિનું બીજ રોપાણું. છેલ્લા ૪૭ વર્ષથી હરીનામની જયોતને પ્રગયાવી છે. હજારો વ્‍યકિતઓને હરીનામ લેતા કર્યા છે. અંદાજે ૪૦૦ થી વધુ ગામોમાં પ્રભાતફેરી ચાલુ કરાવી અને ગામો ગામ રામધુન ચાલુ કરાવી. ત્‍યારબાદ પુજય બાપાએ હરીદ્વારમાં જઇને પાંચ વ્‍યકિતથી શ્રી રામધુન મંડળનું બીજ રોપ્‍યું. તેનો વડલો બન્‍યો અને હાલમાં ૨૭૦૦ થી વધુ વ્‍યકિતઓનું શ્રી રામધુન મંડળ છે. તે જ બાપાની ભક્‍તિનું પ્રમાણ છે તેવુ યાદીમા જણાવેલ.

(1:41 PM IST)