<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

સમય જતા ગ્રહયોગ પૂરા થતા સૌરાષ્‍ટ્રની બે જગ્‍યાનો વિવાદ માર્ચ પછી તીવ્રતા ગુમાવી દેશે :જયપ્રકાશ માઢક

     જ્‍યોતિષની દૃષ્ટિએ પ્રકાશ ફેંકતા સૌરાષ્‍ટ્રના જાણીતા એસ્‍ટ્રોલોજી જયપ્રકાશ માઢકે જણાવ્‍યુ હતુ કે હાલ કુંભ રાશિ માં શનિના ગોચરભ્રમણને કારણે સત્તાધાર અને ગિરનાર વિવાદ કે સમાચારની સુરખીઓ માં આવેલ છે. શનિ ન્‍યાય તથા દંડનાના ગ્રહ છે અને કુંભ રાશિ માં બળવાન બને છે. કુંભરાશિ વાયુ તત્‍વની રાશિ છે તેથી વાયુવેગે વિવાદોને પ્રસરાવે છે તથા ગ ,શ અને સ એ ત્રણ અક્ષરો ઉપર પોતાનુ આધિપત્‍ય ધરાવે છે. આથી આ સમગ્ર ઘટનાક્રમોમાં ગ, શ તથા સ અક્ષરો સંકળાયેલા જોવા મળેલ છે.

    જેમકે મૂળમાં શાનો વિવાદ છે? ‘‘ગાદીનો વિવાદ''. જે જગ્‍યાની ગાદી વિવાદ માં આવી એ જગ્‍યા કે ધાર્મિક સ્‍થાનનુ નામ શું છે?  એ ધામનુ નામ ‘‘સત્તાધાર'' છે.આ વિવાદ જેસ્ત્રી પાત્રની આજુબાજુ ઘૂમરાય છે તેમનું નામ શું છે? તેમનુ નામ ‘‘ગીતાબેન '' છે.ગીતા બેનના આવાસની બાજુમાં કોની  વાડી છે? ‘‘સામતભાઇની''

     આવો જ ગાદીનો બીજો વિવાદ કયાં થયો છે?વિવાદ ‘‘ગિરનાર''માં થયો છે.જૂનાગઢ માં થયો છે પણ જૂનાગઢનુ મૂળ નામ શું છે? ‘‘ગિરિનગર''. કોણે આક્ષેપો કર્યા?‘‘ ગિરિશ'' નામની વ્‍યક્‍તિએ! ગિરિશ ભાઇના પત્‍ની સામે પણ સામા પક્ષ દ્વારા કોઈ સ્‍થાવર મિલ્‍કત અંગેના પ્રશ્નો ઉપસ્‍થિત કરાયા છે. તા ેતેમની પત્‍ની નું નામ શું? એમનું નામ પણ ‘‘ગીતાબેન''છે!

 આ સમગ્ર ઘટનાક્રમમાં જે હોસ્‍પિટલનુ નામ આવે છે તે હોસ્‍પિટલ નું નામ શું? ‘‘ગોકુલ હોસ્‍પિટલ! ''

ગિરનારના આ સમગ્ર ઘટનાક્રમમાં મૂળ  વિવાદ શાનો છે? એ પણ ‘‘ગાદીનો'' જ વિવાદ છે.આ વિવાદ માં ગાદીના દાવેદાર સાધુ મહારાજ તથા અન્‍ય જે કોઈ સાધુઓના નામ આવે છે, એ બધા જ ‘‘ગિરી'' નામધારી સાધુઓ છે. અને વિવાદના કેન્‍દ્ર સ્‍થાને રહેલ સાધુ પોતે કઈ પરંપરાના હોવાનુ જણાવી રહ્યા છે?  ‘‘સુખડ પરંપરાના''.

    શંકરાચાર્ય પરંપરાને અનુસરતા સાધુઓ દસ નામે ઓળખાય છે. જેમકે પૂરી,ભારતી સરસ્‍વતી,ગિરી, આનંદ, તીર્થ, અરણ્‍ય, સાગર,વન અને પર્વત.આપણે જેમ કૂળનુ નામ  (સાખ કે અટક )હોય છે એની  જેમ આ બધા દશનામી સાધુના કૂળના નામ છે એમ તમે કહી શકો.તમે શિવપૂરીજી,સેવા ભારતીજી,શિવાનંદસરસ્‍વતીજી,નારાયણ ગિરી,આત્‍માનંદ સ્‍વામી ,સ્‍વામી રામતીર્થ, વિદ્યારણ્‍ય સ્‍વામી તથા વિવેકસાગર જેવા નામો સાધુઓના સાંભળ્‍યા હશે.

      વધુમાં જયપ્રકાશ માઢકે જણાવ્‍યુ હતુ કે આ પહેલા થોડા સમય પૂર્વે ‘‘શાળંગપૂર'' ગામમાં પણ‘‘સહજાનંદ સ્‍વામી''ના હનુમાનજી સાથેના અમુક ચિત્રને લઈને ‘‘સ્‍વામીનારાયણ સંપ્રદાય''અને ‘‘સનાતન ધર્મ''નો  વિવાદ   ઉભો થયો હતો.

એ પહેલા સાઉથના ‘‘સ્‍તાલિન ''નામના નેતા ‘‘સનાતન ધર્મ'' વિષે જેમતેમ બોલતાં એ બાબતે પણ સનાતનીઓ માં તીવ્ર  નારાજગી અને ભારે વિરોધ જોવા મળ્‍યા હતા.

એ પછી યુ.પી.નુ કુંભ રાશિનુ જ ‘‘સંભલ'' ગામ ચિત્ર માં આવ્‍યુ હતુ. ત્‍યાંની કુંભ રાશિની ‘‘શાહી મસ્‍જિદ'' પણ હાલ વિવાદ માં છે. એ મસ્‍જિદ છે કે મંદિર એનો વિવાદ હાલ ‘‘સનાતનીઓ'' અને મુસ્‍લિમો વચ્‍ચે ચાલી રહ્યો છે.‘‘સનાતનીઓ'' તેને મૂળમાં  મંદિર ગણાવી રહ્યા છે.  આ બાબતે ‘‘શાહી મસ્‍જિદ''ના ‘‘સર્વે'' ના મુદ્દે મોટી બબાલ ખડી થઈ હતી અને પાછળથી ખોદકામ કરાતાં શાહી મસ્‍જિદ થી થોડે દૂર ‘‘શિવલિંગ'' અને ‘‘શિવમંદિર'' મળી આવવાની ઘટના પણ બહુચર્ચિત બની રહી હતી.આમ સંભલની ઘટનાઓ માં પણ કુંભ રાશિનુ સંકળાવુ જોઈ શકાય છે. 

     ગિરનારસમૃતિની રાજીમાનો વિવાદ શાંત થશે કે નહિ એવા પ્રશ્નના જવાબ માં જયપ્રકાશ માઢકે જણાવ્‍યુ હતુ કે આ સમસ્‍ત જગત ગ્રહોને આધિન છે તથા અમુક પ્રકારના ગ્રહયોગ બને છે  ત્‍યારે અમુક પ્રકારની ઘટનાઓ આપોઆપ ઊભી થતી હોય છે અને એ ગ્રહયોગ પૂરા થતાં  એ ઘટનાઓ પણ શાંત થઈ જતી હોય છે. જેમકે શાળીન્‍ગપૂર વાળો  સ્‍વામી નારાયણ સંપ્રદાય અને સનાતનીઓ વચ્‍ચે નો વિવાદ હાલ શાંત છે.એ જ રીતે સમય જતાં સત્તાધાર અને ગિરનારના વિવાદો પણ તેની તીવ્રતા ગુમાવી દેશે. માર્ચ ૨૦૨૫ પછી આ વિવાદો મહદ્‌ અંશે શાંત થઈ જતા જણાશે.

અંતમાં જયપ્રકાશ માટકે કહ્યુ હતુ કે કામદેવને ભગવાન શંકર સિવાય કોઈએ જીત્‍યો નથી. નારદજી જેવા નારદજી પણ ભૂલ ખાઈ ગયા હતા.તો બીજા જીવો શું વિસાત માં? આમ ગણીને જીવ માત્ર પ્રત્‍યે દયા ભાવ રાખવો જોઈએ અને કોઈ જીવ સ્‍ખલન પછી ફરી ધર્માભિમુખ થવાની તૈયારી બતાવે તો તેને તક આપવી જોઈએ.કોઈ કંઈક છૂપાવે છે એનો અર્થ જ એ છે કે એ પણ સારી રીતે જાણે જ છે કે આ બાબત સારી નથી.એકાદ વારના સ્‍ખલનને ક્ષમ્‍ય ગણી શકાય પરંતુ એક વાર ધર્માભિમુખ થયા પછી પણ જો ફરી કે ફરી ફરીને એવુ થાય તો તેનું કોઈ પ્રાયヘતિ હોઈ શકે નહિ. સન્‍યાસીએ અનગ્નિ અને અનિકેત રહેવુ જોઈએ એટલેકે એણે અગ્નિનો ત્‍યાગ કરવો જોઈએ તથા ઘર ન બનાવવુ જોઈએ. મઠનુ અન્ન ન ખાવુ જોઈએ,ભિક્ષા માંગીને જ ખાવુ જોઈએ અને કોઈ એક જ વ્‍યક્‍તિ નું અન્ન ન ખાતાં સાત ઘરે ભિક્ષા માગીને તથા એ બધુ અન્ન ભેગુ કરીને ખાવુ જોઈએ તથા મિષ્ટાન્ન ન તો માગવુ જોઈએ કે ન તો ખાવુ જોઈએ.  તથા ચાતુર્માસ સિવાય  એક જગ્‍યાએ રહેવુ ન જોઈએ તથા એકલા જ પરિભ્રમણ કરતા રહેવુ જોઈએ કારણકે એક જગ્‍યાએ રહેવાથી માયા બંધાય છે. સમૂહમાં રહેવાથી મનમાં રાગ દ્વેષ તથા ઈર્ષ્‍યા નો પ્રાદૂર્ભાવ થાય છે. મઠમાં રહેવાથી વહિવટ વધે છે.ભક્‍તિ માં ધ્‍યાન ઓછું આપી શકાય છે.સન્‍યાસીએસ્ત્રી સ્‍પર્શ તો દૂર ,તેમની  સાથે સંભાષણ પણ કરવુ નહિ અનેસ્ત્રી ના ચિત્ર થી પણ દૂર રહેવુ. કામને જીત્‍યો હોય તો પણ આમ કરવુ કેમકે લોકો નિંદા  પ્રિય હોય છે. અન્‍યથા રસ્‍તા પર સુંદર છોકરી નિકળે તો કોણ નથી જોતુ? છતાં પોતાના દોષ કોઈ જોતા નથી અને બીજા ઉપર ઉતરી પડે છે.આ લોકસ્‍વભાવ છે. ખરેખર તો જેણે કામને જીત્‍યો હોય એણે જ બીજાની ટીકા કરવી જોઈએ. પહેલાના સમય માં તો ગુરુ શિષ્‍ય ને સન્‍યાસ વખતે કહેતા કે બચ્‍ચા કભી ઈંટ પે ઈંટ મત લગાના. પણ અત્‍યારે તો ગળહસ્‍થોને માંડ માંડ ઘરનો વેત થાય છે જ્‍યારે સંન્‍યાસીઓ મહેલોમાં રહે છે !આ કળિયુગ નહિ તો બીજુ શું?રામાયણ માં પણ લખ્‍યુ છે કે કલિકાલ માં ગળહસ્‍થો દરિદ્ર જોવા મળશે જ્‍યારે સાધુઓ ધનવાન! અને સંપત્તિ ને કારણે જ ગાદીના ઝઘડા થાય છે એટલુ જ નહિ હત્‍યાઓ પણ થાય છે. જયપ્રકાશ માઢક.

(1:46 PM IST)