<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કયારે બોલવુ અને કયારે ચૂપ રહેવુ તે શીખી જઇએ તો બેડો પારઃ બ્રિજેશ મેરજા

ભરૂચ પાસે મોરારિબાપુની કથાનો સજોડે લાભ લેતા પૂર્વ મંત્રી

રાજકોટ તા. ૮ :.. ભરૂચના મંગલેશ્વર ખાતે નર્મદાતટે કબીરવડ વાયુ મંડળની નિશ્રામાં કબીરધામ આશ્રમ મોરબી અને ભરૂચ દ્વારા શ્રી મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. કથા પ્રારંભ પ્રસંગે પૂર્વ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ સજોડે કથા શ્રવણ અને બાપુના આશીર્વાદનો લાભ લીધો હતો. તેમણે પ્રાસંગિક ઉદ્‌્‌બોધનમાં કબીરધામ આશ્રમ મોરબીની ગૌસેવા તેમજ ખેતી વિષયક પ્રવૃતિને બિરદાવી મહંત શ્રી શિવરામબાપુને સદ્‌્‌પ્રવૃત્તિ માટેના પ્રેરણારૂપ ગણાવ્‍યા હતાં.

શ્રી બ્રિજેશ મેરજાએ શ્રી મોરારિબાપુની વાણીના લાભ લઇને ધન્‍યતા અનુભવતા જણાવેલ કે કથા વે ઓફ લાઇફ છે. સીતાજી બોલ્‍યા હોત તો આપને રામાયણ ન મળત અને દ્રૌપદી મૌન રહ્યા હોત તો મહાભારત ન સર્જાત. કયારે બોલવુ અને કયારે ચૂપ રહેવુ તે શીખી જોઇએ તો જીવનમાં વાંધો ન આવે.

(1:52 PM IST)