<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૧૫મો કર્મચારી સ્‍નેહમિલન સમારોહ સંપન્‍ન

કાર્યક્રમમાં કે.જી.થી માંડીને ધોરણ 10 સુધીના તમામ બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરાયું હતું :ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા


( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ
દ્વારા 5મી જાન્યુઆરી 2025 ના રોજ 15 મો કર્મચારી સ્નેહ મિલન સમારોહ
માતૃશ્રી રામબાઈમા ધામ વવાણીયા ખાતે યોજાયો હતો.
જેમાં મોરબી જિલ્લામાં વસતા તમામ આહીર કર્મચારીઓ પરિવાર સાથે બહોળી
સંખ્યામાં જોડાયા. આ કાર્યક્રમમાં કે.જી.થી માંડીને ધોરણ 10 સુધીના તમામ
બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
   રમતગમતમાં ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ
તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને
સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ દ્વારિકા ખાતે મહાબાળ સંમેલન યોજાયું
જેમાં મોરબી જિલ્લામાંથી ભાગ લીધેલા તમામ બાળકોને  મોરબી જિલ્લા આહિર
કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માનિત
કરવામાં આવ્યા.
માતૃશ્રી રામબાઈ માં ની જગ્યાના સંત શ્રી પ્રભુદાસ બાપુ તેમજ  પ્રમુખ
જશુભાઈ હરિભાઈ રાઠોડ તથા મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર તથા
PGVCL ડેપ્યુટી એન્જિનિયર નરસંગભાઈ હુંબલ તથા માળિયા તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી શ્રી શર્મિલાબેન હુંબલ તથા મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક
અશ્વિનભાઈ રાઠોડ તથા પૂર્વ પ્રમુખશ્રી રામભાઈ વારોતરિયા તથા પૂર્વ
પ્રમુખમહેન્દ્રભાઈ કચોટ વગેરે ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો .
   આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના
પ્રમુખ  દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી
ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયા દ્વારા કરવામાં
આવ્યું હતું. અજયભાઈ ડાંગર દ્વારા મંડળની રૂપરેખાઓ પ્રગટ કરવામાં આવી
હતી. માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના ટ્રસ્ટી એવા રાવતભાઈ કાનગડ દ્વારા
માતૃશ્રી રામબાઈ માં ની જગ્યાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી
હતી. ચંદુભાઈ હુંબલ અને પીઠાભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં
આવ્યા હતા.
તમામ દાતાઓને શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સન્માનિત
કરવામાં આવ્યા.તેમજ શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા
માતૃશ્રી રામબાઈ માં ની જગ્યામાં 85 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં
આવ્યું. સહમંત્રી એવા રમેશભાઈ છૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી
તેમજ આ મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા સમગ્ર કાર્યક્રમનું
સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું.

(6:12 PM IST)