<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

મોરબી મ્‍યુનીસીપલ કમિશનર સોમવારે અને ગુરૂવારે અરજદારોના પ્રશ્‍નો સાંભળશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૮ મોરબીને મહાનગરપાલિકા બનાવ્‍યા બાદ મ્‍યુનીસીપલ કમિશનરની નિમણુક કરવામાં આવી છે અને કમિશનર એક્‍ટીવ મોડમાં કામગીરી કરી રહ્યા છે ત્‍યારે અરજદારો કમિશનરને સોમવારે અને ગુરુવારે રૂબરૂ મળીને પ્રશ્‍નોની રજૂઆત કરી શકશે. મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્‍યું છે કે મહાનગરપાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્‍નો સાંભળવા તેમજ પ્રશ્‍નોના નિકાલ માટે કચેરી ખાતે કમિશનરને મળવાનો સમય દર સોમવાર અને ગુરુવારે બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે જે બંને દિવસે કમિશનર લોકોના પ્રશ્‍નો સાંભળશે.

(2:09 PM IST)