News of Wednesday, 8th January 2025
જીટીપીએલ ગુજરાત ન્યૂઝને સમાચાર જગતમાં ઉત્તમ પ્રકારની સેવા બદલ એવોર્ડ એનાયત
કચ્છનાં રણમાં યોજાયેલ એવોર્ડ સમારંભમાં સમાચાર ઉપરાંત વૈવિધ્યસભર પ્રોગ્રામો વડે સમાચાર જગતમાં ઉત્તમ પ્રકારની સેવા બદલ ગુજરાત ન્યૂઝને એવોર્ડ એનાયત

રાજકોટઃ કચ્છના રણમાં દેશની અગ્રિમ હાઇપરલોકલ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ મિર્ચી દ્વારા એક બિઝનેસ ક્લાસ એવોર્ડસનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ સંસ્થાનોને તેમના કાર્યક્ષેત્રમાં ઉત્તમ પ્રકારની સેવા માટે એવોર્ડ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતની સર્વપ્રથમ ૨૪હૃ૭ ન્યૂઝ ચેનલ જીટીપીએલ કંપનીની ગુજરાત ન્યૂઝને સમાચાર જગતમાં ઉત્તમ પ્રકારની સેવા બદલ એવોર્ડ વડે બિરદાવવામાં આવેલ હતી.
ભારત દેશની અગ્રિમ હાઇપરલોકલ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ મિર્ચી દ્વારા તાજેતરમાં આઈડીબીઆઈ બેન્કના સહયોગથી ગુજરાતના મૂનલેન્ડ એવા રણ ઓફ કચ્છ ખાતે બિઝનેસ ક્લાસ એવોર્ડસ દેશની કેટલીક ટોચની બ્રાન્ડ્સ દ્વારા તેમના ક્ષેત્રમાં લાવવામાં આવેલા અનોખા વિઝન, ઇનોવેશન અને સફળતાને બિરદાવવામાં આવેલ હતું. ગુજરાત જ નહીં દેશની જાણીતી બ્રાન્ડ્સ અને તેમના પ્રતિનિધિઓના નોંધપાત્ર યોગદાન અને કાયમી પ્રભાવને સન્માનીત કરવા માટે એવોર્ડ સમારંભનું કચ્છના રણમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી મીડિયા જગતના એકમાત્ર જીટીપીએલ ગ્રૂપની ચેનલ ગુજરાત ન્યૂઝનો સમાવેશ કરાયો હતો.
રાજ્યમાં સૌપ્રથમ ૨૪x૭ સમાચાર ઉપરાંત વૈવિધ્ય સભર પ્રોગ્રામો વડે સમાચાર જગતમાં ઉત્તમ પ્રકારની સેવા બદલ આ એવોર્ડ મેળવવા ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ તરીકે દિલિપ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી દિવ્યા દત્તા ઉપસ્થિત રહેલ હતી. આ સમારંભમાં મીડિયા જગતમાંથી ગુજરાત ન્યૂઝ ઉપરાંત બેંકિંગ, ફાઇનાન્સ, ઉધોગો, ટુરિઝમ અને હોસ્પિટાલિટી, સૉફ્ટવેર, આરોગ્ય અને સાયબર સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર નામાંકિત સંસ્થાનોને એવોર્ડ એનાયત કરાયા હતા.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
