<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ઠંડીમાં ઠુંઠવાતા જરૂરતમંદોને ધાબળા આપી હૂંફ પુરી પાડતા મોરબી મહિલા પીઆઇ લગધીરકા

ઠંડીમાં અવાર નવાર અલગ અલગ ગરીબ ઝુંપળપટ્ટી વિસ્તારમાં જય ધાબળા વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું


( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હાડ થીજવતી કાળજાળ ઠંડી અને સુસવાટા
મારતા કાતિલ ઠંડા પવનથી જ્યાં માનવ, પશુ જીવન ઠુંઠવાઈ ગયુ છે ત્યારે
મોરબીના પછાત, છેવાડાના વિસ્તારોમાં ફરીને કડકડતી ઠંડીમાં કાંપતા
જરૂરતમંદોને હૂંફ પુરી પાડી શકે તેવા સારી ક્વોલિટીના ધાબળાનો જથ્થો
લઇમોરબી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઇ. પી. એચ. લગધીરકા નીકળી પડ્યા
હતા અને ફરીને ખરેખરા જરૂરતમંદોને ધાબળા વિતરણ કરી હુંફ પુરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા પીઆઇ લગધીરકા આ જાતના સેવાકાર્યો કરતા જ
રહે છે. તેઓ અવાર નવાર મોરબીની સરકારી હોસ્પિટલે પ્રશરૂતાઓ, અન્ય
દર્દીઓને જરૂરિયાતની વસ્તુઓ વિતરણ કરતા રહે છે. ઝૂંપળપટ્ટી વિસ્તારોમાં
અવારનવાર બાળકો, મોટેરાઓ માટેજ નાસતો, મીઠાઈ લઇ પહોંચી જાય છે. અને
જરૂરતમંદો સુધી પહોંચાડી પોતાની ફરજનિષ્ઠા સાથે માનવતા પણ મહેકવી રહ્યા
છે. અને ઠંડીમાં અવાર નવાર અલગ અલગ ગરીબ ઝુંપળપટ્ટી વિસ્તારમાં જય ધાબળા
વિતરણ કરી ખાખી પણ માણસ છે, તેમનામાં પણ દયા, માનવતા ભરી છે. તેનું
ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

(5:51 PM IST)