તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પદેથી ડો. ડી. એચ. સુખડીયાનું રાજીનામું
ડો. મયંક સોની નવા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બન્યા : ઓફિસ અવર્સ દરમિયાન ચાર્જ સાંભળી લીધો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પદેથી ડો. ડી. એચ. સુખડીયાએ રાજીનામુ આપ્યું છે, ડો. મયંક સોની નવા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બન્યા છે અને ઓફિસ અવર્સ દરમિયાન ચાર્જ સાંભળી લીધો છે
૧૭ વર્ષોથી વધુનો શૈક્ષણિક-વહીવટી અનુભવ ધરાવતા ડો. મયંક સોની આગાઉ પાંચ વર્ષથી પણ વધુ સમય માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે યશસ્વી કામગીરી બજાવી ચૂક્યા છે.
ડો. ડી. એચ. સુખડીયા એ પોતાના રાજીનામા પત્રમાં નાદુરસ્ત તબિયતનું અંગત કારણ આપ્યું : પરીક્ષા નિયામક તરીકે પોતાની ફરજ ચાલુ રાખશે
- નવા ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. સોનીએ યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો અકિલા સમક્ષ કોલ આપ્યો હતો
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
