News of Wednesday, 8th January 2025
આગામી તા.૧૩ જાન્યુઆરીના રોજ આઈ.ટી.આઈ. જામનગર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન
ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે

જામનગર: આઈ.ટી.આઈ. જામનગર દ્વારા આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ સાથે તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ આઈ.ટી.આઇ કેમ્પસ જામનગર ખાતે સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહેવા આચાર્ય આઈ.ટી.આઈ.જામનગર દ્વારા જણાવવામાં આવે છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
