તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
ભારતીય વાયુ સેનામાં ‘અગ્નિવીરવાયુ’ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ
પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાવા અને દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવાઈ છે. જેમાં ધોરણ ૧૨ પાસ ઉત્તિર્ણ અને ૧૬.૫ વર્ષથી ૨૦ વર્ષની વય ધરાવતા અપરિણીત પુરુષ તેમજ મહિલા ઉમેદવારો ભારતીય વાયુસેના અગ્નિવીર તરીકે જોડાવા ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ આગામી તા.૨૭/૦૧/૨૦૨૫ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગતો તેમજ અરજી કરવા માટે ભારતીય વાયુ સેનાની https://agnipathvayu.cdac.in/AV/ વેબસાઈટની મુલાકાત લેવા ઉમેદવારોને અનુરોધ છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
