<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ઉડે જો આભમાં પતંગો તમારી, સંભાળજો એ આભમાં છે સવારી અમારી

વન વિભાગ દ્વારા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત જામનગર જીલ્લામાં ઇજાગ્રસ્‍ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન : ઇજાગ્રસ્‍ત પક્ષીને નજીકના કોઇપણ સારવાર કેન્‍દ્ર પર પહોચાડવા અથવા વિસ્‍તાર મુજબના સારવાર કેન્‍દ્રોનો સંપર્ક કરવા વન વિભાગનો અનુરોધ : વન વિભાગનો હેલ્‍પ લાઇન નંબર ૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા ‘Karuna’ ટાઇપ કરવાથી જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મેળવી શકાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૦૯:  આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ.પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્‍ત થાય છે કે મળત્‍યુ પામે છે.આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્‍ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને સ્‍વંયસેવકોના સાથ સહકારથી શ્નકરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્‍ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્‍દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્‍ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વિનંતી છે. આપ સૌને આપના વિસ્‍તારમાં કોઇપણ ઇજાગ્રસ્‍ત પક્ષી ધ્‍યાને આવે તો તેને નીચે દર્શાવેલા તમારા નજીકના કોઇપણ એક કેન્‍દ્ર ઉપર પહોચાડવા વિનંતી છે, અથવા નીચે દર્શાવેલ વિસ્‍તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્‍દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

ઉતરાયણ દરમિયાન આટલું કરીએ

ફક્‍ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વળક્ષો, ઇલેક્‍ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્‍દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્‍વરાએ સારવાર કેન્‍દ્રમાં હોચાડીયે, ઘરના ધાબા પર  કે આજુબાજુના વળક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.

સવારે ૯.૦૦ વાગ્‍યા પહેલા કે સાંજના ૫- વાગ્‍યા પછી પતંગ ન ચગાવીએ

પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્‍યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્‍યા પછી પતંગ ન ચગાવીએ, કયારેય પણ તુક્કલ ન ચગાવીએ.ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્‍બારા કે ફુગ્‍ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા, યોગ્‍ય સારવાર સ્‍થળ સુધી પહોચાડવાની વ્‍યવસ્‍થા કરીએ.

વન વિભાગનો હેલ્‍પ લાઇન નંબરઃ-૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા ‘Karuna’ ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્‍યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ હેલ્‍પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી

જામનગર તાલુકા માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, જામનગર સંપક ર્ નંબર ૭૯૮૪૩ ૬૦૩૦૦, ૯૦૯૯૩ ૨૪૭૪૨, ૮૨૦૦૭ ૫૬૧૧૮, ૮૭૮૦૨૧૬૯૨૪, અર્બન વાઇલ્‍ડલાઇફ ઇન્‍ફર્મરી પ્રાથમિક સારવાર કેન્‍દ્ર, ઠેબા ૯૯૭૫૮ ૫૩૭૦૨, ૯૪૦૮૧૬૨૧૪૩, પક્ષી  અભયારણ્‍ય ખીજડીયા માટે ૮૮૪૯૩૨૧૮૯૪, ૯૬૬૨૮૩૦૦૧૮, સાંઇધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ ૭૯૮૪૪  ૦૨૫૦૦, ૭૮૭૮૫ ૫૫૫૪૮, લાખોટા નેચર કલબ ૭૫૭૪૮ ૪૦૧૯૯, ૯૬૦૧૧ ૧૧૧૬૭, કુદરત ગળપ,પટેલ કોલોની, જામનગર ૯૨૨૮૮૭૭૯૧૧, શિવદયા ટ્રુસ્‍ટ, લાલપુર ચોકડી પાસે ૯૮૭૯૯૯૯૫૬૭, નિસર્ગ નેચર એડવેન્‍ચર કલબ, રણજીતનગર ૮૩૨૦૮૫૦૩૭૧, ૮૨૦૦૭  ૯૭૬૫૬, ૯૦૩૩૫ ૫૦૩૪૧, ૯૮૯૮૭   ૦૦૬૫૭, જીવ સેવા  ફાઉન્‍ડેશન, પ્રદર્શન ગ્રાઉન્‍ડ, ૭૨૦૩૦૩૦૨૦૮, ૯૬૩૮૭૬૮૪૯૮, ૯૯૦૪૯ ૪૯૩૨૮, પ્રકળતિ મિત્ર, પવનચકી પાસે ૯૮૨૪૨ ૨૪૬૦૧, ૮૪૦૧૨ ૮૮૨૮૮, ૯૭૨૫૩ ૨૧૭૨૦, જોડીયા વિસ્‍તાર માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી ૯૦૧૬૦ ૨૧૦૦૫, ૭૩૮૩૮૫૯૪૪૪, ધ્રોલ માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરશ્રીની કચેરી ૯૨૬૫૫૫૭૮૨૯, ૯૭૨૭૯૩૨૩૦૫, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરશ્રીની કચેરી ૯૬૦૧૯ ૦૧૩૪૨, ૯૮૯૮૩ ૨૭૩૦૬, જામજોધપુર માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી  ૯૭૭૩૨૩૪૫૮૬, ૯૫૫૮૦ ૨૪૩૭૩, ૭૬૯૮૧૮૧૫૧૧, લાલપુર માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી ૬૩૫૪૬ ૮૩૨૦૬, ૮૩૪૭૭ ૦૧૪૭૭, ૯૭૬૯૩ ૫૧૧૧૧, ૭૯૮૪૪ ૦૬૬૧૬, કાલાવડ માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી ૯૪૨૯૫૧૯૪૯૨, ૯૦૩૩૦ ૭૭૯૫૨, સિક્કા માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી ૯૭૧૪૧૭૭૯૭૨, ૯૭૭૩૨૨૬૮૨૩, અલીયાબાડા માટે ૯૫૫૮૮ ૮૮૬૬૦, ૯૯૨૪૧ ૨૫૫૭૫ પર ઘાયલ પક્ષીઓની મદદ કરવા સંપર્ક કરી શકાશે.

(10:21 AM IST)