<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બગોદરા હાઈવે પર ટેન્‍કર પાછળ કાર ઘુસી જતા મેમણ પરિવારના બે વ્‍યકિતના મોતઃ ધ્રોલથી તસવાડી જતા'તા

હાઇવે ઓથોરિટીનો સ્‍ટાફ ઝાડવાને પાણી પીવડાવી રહ્યા હતા ત્‍યારે સર્જાયો અકસ્‍માતઃ ત્રણ ગંભીર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ :.. હજુ ગઈકાલે ભડીયાદ પીરના ઉર્સમાં જઈ રહેલા વ્‍યક્‍તિઓની આઇસર સળગતા બે વ્‍યક્‍તિઓના મોત થયા હતા ત્‍યારે આજે  બીજો અકસ્‍માત સર્જાયો છે  આ અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિઓએ જીવ ગુમાવ્‍યા છે.

 બગોદરા વટામણ હાઇવે પર સાંગા ગામની નજીક ડીવાઇડરમાં હાઇવે ઓથોરિટીના શ્રમિકો જાળવાને પાણી પીવડાવી રહ્યા હતા ત્‍યારે ધ્રોલ થી નસવાડી જઈ રહેલ એક કાર ટેન્‍કર પાછળ ઘૂસી જતા અકસ્‍માત થવા પામ્‍યો હતો.આ ગોજા અકસ્‍માતમાં  મેમણ પરિવારના ફારુકભાઈ ગફારભાઈ અને ફરજાના ઓસમાણ મોટવણીનું મોત નીપજ્‍યું હતું જ્‍યારે નજમાબાનું ફારુકભાઈ મેમણ મંતસા ફારૂકભાઈ મેમણ અને અર્થ શાહિદભાઈને  પ્રથમ બગોદરા અને ત્‍યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં  આવી છે.

જ્‍યારે બંને વ્‍યક્‍તિઓને પીએમ માટે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે લઈ જવામાં આવ્‍યા છે  પોલીસ ઘટના સ્‍થળ ઉપર પહોંચી અને અકસ્‍માત થયેલા વાહનોને સાઈડમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મળતદેહોને તેમના વતન પહોંચાડવા માટે નગરપાલિકા અને અંજુમન નવું જવાન સંસ્‍થા દ્વારા એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા પણ કરી આપવામાં આવી છે.

(10:57 AM IST)