News of Thursday, 9th January 2025
મોરબીના માળીયામાં બાથરૂમમાં પડી જતાં યુવાન શામજી સોલંકીનું મોત
સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: મોરબીમાં માળીયા વનાળીયા સોસાયટીમાં કલેક્ટર કચેરી રોડ પર રહેતો શામજીભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૩૯) નામનો યુવાન ગત તા. ૪ના રોજ સવારે ચારેક વાગ્યે ઘરે બાથરૂમમાં પડી જતાં ઇજા થતાં મોરબી સારવાર માટે ખસેડાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. અહિ સાંજે મૃત્યુ થયું હતું.
શામજીભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે સિરામીકમાં કામ કરતાં હતાં. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્નિવભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ મોરબી સીટી પોલીસને જાણ કરી હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
