તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
વાંકાનેરમાં માંધાતા ભગવાનનો કોળી સમાજ પ્રાગટય દિવસ ઉજવશેઃ મિટીંગ યોજાઇ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯: કોળી સમાજના ઈષ્ટદેવ માંઘાતા ભગવાન ના પ્રાગટય દિવસ ની ભવ્ય ઉજવણી ના ભાગ રૂપે માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા ના અધ્યક્ષ સ્થાને મળેલી હોદેદારો ની મીટીંગ માં સમગ્ર વાંકાનેર અને કોળી સમાજના વાંકાનેર તાલુકા ના ગામો મા કોળી સેના માંઘાતા ગ્રુપ વાંકાનેર દ્વારા માંઘાતા પ્રાગટય દિવસ ની વાંકાનેર શહેર જીનપરા વિસ્તાર ખડીપરા. મિલપ્લોટ. કુંભારપરા. વિશીપરા સહિતના વિસ્તારોમાં મહા આરતી મહા પ્રસાદ જ્ઞાતી ના સમાજ સેવકો ને સન્માનિત કરવા સમાજ માં શીક્ષણ પર વધુ મા વધુ ધ્યાન આપવુ સમાજ ની પ્રગતિ કેમ થાય સહિત ના કાર્યો પર ભાર પૂર્વક કામ કરવા સહિત કાર્યક્રમ યોજાસે માંઘાતા ભગવાન ના પ્રાગટય દિવસ ૧૪ જાન્યુઆરી મકર સંક્રાંતિ ખિહર ના શુભ દિને આસ્થા ભેર કોળી સેના માંઘાતા ગ્રુપ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા દ્વારા જણાવેલ.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
