<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

જામનગર મોરબી જીલ્લામાં રૂા.૧૭૦૫ લાખના રસ્‍તાના કોઝવેના કામોને સૈધ્‍ધાંતીક મંજુરી

જામનગરઃ તા.૯: જીલ્લાના કાલાવડ-બાંભલડી લો લેવલ રોડ રૂા.૧૫/-લાખ , કાલાવડ-વંથલી-ફલ્લા રોડ મેસોનરી સીડી રૂા.૮૦/- લાખ, જામનગર- લાલપુર-પોરબંદર રોડ પાઇપ ડે્‌ઇન રૂા.૧૨૦/-લાખ, જામનગર-સમાણા ફૂલનાથ રોડ કોઝવે રૂા.૫૬૦/- લાખ, દુબઇ- ભીમકટા- જામસર-રણજીતપર- બાંભલા રોડ કોઝવે રૂા.૧૩૦ લાખ, મોટીગોપ ઝીણવારી- ઇશ્‍વરીયા- વનાણા-નંદાણા-ધ્રાફ રોડ પાઇપ ડ્રેઇન રૂા.૩૫/- લાખ અને મોરબી જીલ્લાના ઉટબેટ શામપર- બેલા-આમરણ રોડ કોઝવે રૂા.૭૬૫/- લાખ મળી એમ કુલ- ૧૭૦૫/- લાખના રોડ- રસ્‍તાના ડ્રેઇન અને કોઝવેના કામો મંજુર કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથમ જામનગર જીલ્લા માટે મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા, જીલ્લા ભાજપ  પ્રમુખ રમેશભાઇ મુંગરા, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા વિગેરે દ્વારા રજુઆત કરવામા ંઆવેલ જે કામોને મુખ્‍યમંત્રી શ્રી દ્વારા સૈધ્‍ધાંતીક મંજુરી અને જોબ નંબર મળતા જનસુવિધાના આ મહત્‍વના કામો માટેની આ રજુઆતને અનુલક્ષીને આ કામો મંજુર થતા સાંસદ સભ્‍યશ્રી પૂનમબેન માડમએ આભાર વ્‍યકત કર્યો છે. સાંસદશ્રીની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્‍તારના લોકોએ આભાર વ્‍યકત કરેલ છે.

જામનગર સંસદસભ્‍યશ્રી પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને મોરબી તાલુકાના ઉકત મહત્‍વના માર્ગોના ડ્રેઇન કોઝવેના કામો માટે રૂા.૧૭૦૫/- લાખના આ વિકાસ કામો સૈધ્‍ધાંતીક રીતે મંજુર થઇ જોબ નંબર મળતા લગત વિસ્‍તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે

(11:54 AM IST)