તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
સાધુ મનુષ્યને આંજી નાખવા માટે નહિ પણ માંજી નાખવા પ્રયત્નશીલ હોવા જોઇએઃ પૂ.નિત્યસ્વરૂપદાસજી
મહુવામાં શ્રીમદ્ સત્સંગી જીવનકથાનો પ્રારંભઃ ૧૬મી એ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

(મનીષ દવે) ભાવનગરઃ મહુવા (બંદર) ખાતે નવ્ય ભવ્ય શિખર બધ્ધ સ્વામિનારાયણ મંદિર શોભાયમાન છે. આજે મહોત્સવ સ્થળ નેશનલ હાઇવે ખાતે સરધારના પ્રભાવક વકતા પૂ.સ્વામી નિત્યસ્વરૂપદાસજીના વ્યાસાસને સત્સંગી જીવનકથાનો રંગે ચંગે પ્રારંભ થયો, કથાનો સમય સવારે ૮:૩૦ થી ૧રઃ૩૦ બપોરે ૩ થી ૬:૩૦ સુધી છે.
કથા પુર્વે શહેરના મુખ્યમાર્ગો પર પોથીયાત્રા નીકળેલ જેમાં અનેક શ્રધ્ધાળું જોડાઇ પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું. આજે તા.૯ જાન્યુ. સાંજે પઃ૩૦ કલાકે ઘનશ્યામ પ્રાટોત્સવ થશે. વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવા ગાદી પીઠાધિપતિ પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ રખાયેલ રકતદાન શિબીરમાં સૌથી વધુ રકત એકત્રીત થાય એ માટે સરધારના કર્મઠ સાધુ બાલમુકુંદદાસે યોગેશ્વરદાસ, નિરંજનદાસ, હરિકૃષ્ણદાસ, પાર્ષદ અક્ષય ભગત, સાધુ મહાપુરૂષદાસ (મહંત) કોઠારી ભજન પ્રકાશદાસ, દિવસ રાત્રી એક કરી ભગીરથ પ્રયાસો કરી રહયાં છે.
પૂ.સદગુરૂ સ્વામીશ્રી નિત્યસ્વરૂપ દાસજી સંક્ષિપ્ત પરિચય આ મુજબ છે. સત્સંગ અને સેવાથી ઉજળા બનેલા પૂ.સ્વામીજીની પ૦૦થી વધુ કથા, સત્સંગ શિબીર, યુવા મહોત્સવ, ટ્રેન યાત્રા થઇ ચુકી છે. આદીવાસીના ઝુંપડાથી લઇ અમેરીકાની ઇમારતો સુધી જ્ઞાનરૂપી અમૃતનું સીંચન કર્યુ છે. તેમણે જણાવ્યું કે સાધુ મનુષ્યને આંજી નાખવા માટે નહીં પરંતુ માંજી નાખવા પ્રયત્નશીલ હોવો જોઇએ.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
