<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ટંકારાના બંગાવડી- નેકનામ પાસે બે કાર સળગી

બંન્ને કારમાં બેઠેલા સમયસર બહાર નીકળી જતા દુર્ઘટના ટળી..

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૯: ટંકારાના બંગાવડી નજીક અને નેકનામ ગામ પાસે બે કાર સળગી ઉઠી હતી. કારમાં બેઠેલા સમયસર બહાર નીકળી જતા દુર્ઘટના ટળી હતી.

પ્રથમ બનાવમાં ટંકારાના બંગાવડી નજીક જામનગર રોડ ઉપર મારુતિ એક્‍સક્રોસ કાર નીકળી રહી હતી. તે દરમિયાન તેમાં વાસ અને ધુમાડા નીકળતા તેમાં સવાર પરિવાર સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જોત જોતામાં કાર અગનગોળો બની ગઈ હતી. આ દરમિયાન પાણીનો મારો ચલાવવામાં આવ્‍યો હતો પણ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ કારમાં બગથળાનો પરિવાર સવાર હતો. જેમાં પતિ, પત્‍ની અને તેમની દીકરી હતા. આ પરિવાર કાર રીપેરીંગ કરાવવા જતો હતો. તે દરમિયાન આ બનાવ બન્‍યો હતો. બંગાવડી ગામના અગ્રણી હસમુખભાઈએ માહિતી આપતા જણાવ્‍યું કે બનાવ અંગે જાણ થતાં સ્‍થાનિક યુવાનો તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. પણ કાર સંપૂર્ણ રીતે સળગી ઉઠી છે. સદનસીબે કોઈને ઇજા પહોંચી નથી.

બીજા બનાવમાં ટંકારાના નેકનામ નજીક પડધરી રોડ ઉપર ભારત ગેસની સામે રોડ ઉપર જઈ રહેલી કારમાં ઓચિંતી આગ લાગી હતી. આ કારમાં એક દંપતી સવાર હતું. જે જોડિયા જઈ રહ્યું હતું. બન્ને સમયસૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી જતા દુર્ઘટના સહેજમાં ટળી હતી. કાર ઉપર પાણીનો મારો ચલાવાયો હતો. પણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી

(12:22 PM IST)