<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવતઃ ગિરનાર પર્વત પ.૪, નલીયા પ.૬, રાજકોટ ૮.૩, અમરેલી ૮.૪ ડીગ્રી

લઘુતમ તાપમાનનો પારો સામાન્‍ય ઉંચે ચડયો પરંતુ ઠારના કારણે ઠંડકની અસર યથાવત

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડીનું જોર યથાવત છે. ગિરનાર પર્વત પ.૪, નલીયા પ.૬, રાજકોટ ૮.૩, અમરેલી ૮.૪, જામનગર ૯.પ, પોરબંદર ૯.૬, ડીસા ૯.૮, જુનાગઢ ૯.૯, ભુજમાં ૧૦.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ે હવામાન વિભાગના ડાયરેક્‍ટર ડો.એ કે દાસના જણાવ્‍યા મુજબ રાજ્‍યમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં સિઝનનું સૌથી ઓછું ૩.૪ ડિગ્રી તાપમાન ગઇકાલ નોંધાયું હતું. જોકે આ તાપમાન ઘટવાની શકયતા હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.

ત્‍યારે બીજી તરફ ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાયા હોવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે આ ઘટાડો ૨૪ કલાક યથાવત રહી શકે તેમ લાગી રહ્યું છે. આ સિવાય રાજ્‍યનાં ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જોર યથાવત્‌ રહ્યું હતું.

રાજ્‍યમાં ઠંડી ચમકારો જોવા મળ્‍યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્‍વાસ્‍થ્‍ય પ્રેમી એવા ર્મોનિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. ર્મોનિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્‍ટિસની સાથે આરોગ્‍યપ્રદ પીણાંની જ્‍યાફત માણી રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ૩.૪ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે ઠંડીમાં આંશિક ઘટાડો થવાથી તાપમાન ૪.૯ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ પ્રવાસીઓને ઠંડીથી રાહત મળી ન હતી.

જુનાગઢ ખાતે બુધવારે સિઝનનો સૌથી નીચું ૮.૪ ડીગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન નો પારો ઉપર ચડીને ૯.૯ ડિગ્રીએ સ્‍થિર થયો હતો પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકાએ પહોંચી જતા ટાઢોડું છવાઈ ગયું હતું. બીજી તરફ સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ઘટીને ૨.૮ કિલોમીટરની થઈ જતા લોકોએ ઠંડા પવન થી આંશિક રાહત અનુભવી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર, જામગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુતમ તાપમાન સે. ૯.પ, મહતમ તાપમાન સે. ર૪.પ, ભેજનું પ્રમાણ પપ %, પવનની ગતી પ.૩ કિ.મી. રહી છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક ખંભાળીયા આજે મોસમની સૌથી વધુ ઠંડી ૧ર ડીગ્રી તાપમાન સાથે ઠરી ગયાની સ્‍થિતીમાં ફેરવાયુ હતું.

ઠંડા પવન અને ઠાર સાથે ઠંડી નીકળતા બજારો સુમસામ થઇ ગઇ હતી તથા નાના નબળા વર્ગના લોકો તાપણાનો સહારો લેતા તથા શાલ સ્‍વેટર વગર બહાર ના નીકળવાની સ્‍થિતીમાં થઇ ગયા હતા તો સખત ઠંડીથી પશુઓ મોટી ઉંમરના ઉભાના થઇ શકવા ઠંડી લાગી જવી જેવા રોગોના ભોગ બન્‍યા હતા તો પંખીઓ પણ ઠારને કારણે અનેક મુસીબતોમાં ફસાયા હતાં.

ખંભાળીયા નજીક દરિયો સલાયામાં હોવાથી બહુ ઠંડી ના પડે પણ આ વખતે મોસમનું સૌથી નીચું તાપમાન બાર ડીગ્રીએ સોંપો પાડી દીધો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં લઘુતમ ડીગ્રીમાં વધુ એક ડીગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધ્‍યું છે. આજે ગુરૂવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ઘટીને ૧૧.૭ ડીગ્રી નોંધાયું હતું. જયારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા હતું જયારે પવનની ઝડપ ર કિ. મી. પ્રતિ કલાકની રહી હતી. લઘુતમ તાપમાન ગગડતા લોકોએ કડકટતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

(12:41 PM IST)