<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

વિસાવદર ભારતીય કિસાન સંઘના અધ્‍યક્ષ વિઠ્ઠલ દુધાત્રા સહિતના નેતાઓ ઈકોઝોન મુદ્દે કળષિ

મંત્રી-વન મંત્રીને ગાંધીનગરમાં રૂબરૂ મળ્‍યા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૯:ગીર વિસ્‍તારમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવતા ૧૯૬ ગામોમાં ઈકોઝોન લાગુ કરવાની કાર્યવાહી હાથ ધરાતા ગામડે ગામડે લોકોએ સંમેલન, મીટીંગો અને ટ્રેક્‍ટર રેલી યોજીને જોરદાર વિરોધ કર્યો છે.

ઈકો સેન્‍ટર ઝોન મુદ્દે ભારતીય કિશાન દ્વારા જે વિરોધ કરેલ અને સરકાર સમક્ષ વિરોધ કરેલ હોય તે મામલે  ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો જેમાં અધ્‍યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ મંત્રી આર. કે. પટેલ, પ્રદેશ સહકાર મંત્રી મનસુખભાઈ પટોડીયા, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પાનેલીયા, વનમંત્રી મુળુભાઈ બેરા, કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની રૂબરૂમાં ૨ કલાક રજૂઆત કરી હતી. જેમાં વન અધિનિયમ ૧૯૮૦ અને અધિનિયમ ૧૯૭૨ના કાયદા મુજબ દરેક પ્રકારની મંજૂરી લેવી પડી છે.જેવી કે વીજલાઈન, પાણીની પાઈપલાઇન, વાડીએ જવાના રસ્‍તાઓ, જંગલના જાહેર રસ્‍તાઓ તેમજ ખેતીના પાકોને ટ્રાન્‍સપોર્ટ કરવાની, વાડીએ જવાના આધાર પુરાવા સાથે પરવાનગી મેળવવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. તેમાં ખેડૂતોને બહુ જ મુશ્‍કેલીઓ અનુભવે છે.ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા વન મંત્રી મુળુભાઇ બેરા તથા કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆતો કરેલ છે. આ રજૂઆત બાબતે વન મંત્રી, કળષિ મંત્રીએ ભારતીય કિસાન સંઘને યોગ્‍ય અને ઘટતું કરવા ખાતરી આપી હતી.

(1:27 PM IST)