તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
અમરેલી લેટર કાંડ : યુવતિના ઘરની બહાર પોલીસ ગોઠવીને કયું રક્ષણ આપવા માંગો છો? એડવોકેટ આનંદ યાજ્ઞીક
અમરેલી જીલ્લા પોલીસ વડાને અમદાવાદના એડવોકેટની રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૯: અમરેલીના લેટરકાંડ મુદ્દે અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞીકે જીલ્લા પોલીસ વડા અમરેલી સમક્ષ રજુઆત કરી છે.
આ સમગ્ર મામલે એડવોકેટ આનંદ યાજ્ઞીક પણ મેદાનમાં આવ્યા છે. આજે પાયલ ગોટી અને હાઇકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞીક અમરેલીમાં એસ.પી કચેરી ખાતે પહોંચ્યા હતા તેઓએ અમરેલીના એસ.પી.સંજય ખરાતને રજૂઆત કરી હતી. આ દમરિયાન પાટીદાર દીકરી સાથે વકીલોની ટીમ અને જેની ઠુમ્મર પણ હાજર રહ્યા હતા.એસ.પી. ઓફિસમાં એસ.પી સાથે બંધ બારણે પીડિતા, વકીલોની બેઠક કરવામાં આવી હતી ત્યારે આ બેઠક બાદ એડવોકેટ આનંદ યાજ્ઞિકે મોટુ નિવેદન આપ્યું હતું.
આ ઘટનામાં હાઈકોર્ટના સીનિયર વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાઈકોર્ટના વકીલે કહ્યું કે જ્યારે આરોપીઓને માર મારવામાં આવ્યો તો પોલીસ અધિક્ષક સંજય ખરાટ હાજર હતા.
પાયલ ગોટી સહિતના આરોપીઓને મરજી વિરુદ્ધ ઉભા રાખી ફોટા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એસઆઈટી ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા છે, એટલે અમે એસઆઈટીનો સ્વીકાર કરતા નથી. તેમણે કહ્યું કે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત શું કામ ગોઠવવામાં આવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે પાયલના ઘરની બહાર પોલીસ ગોઠવી કયું રક્ષણ આપવા માંગો છો?
હાઈકોર્ટના એડવોકેટે કહ્યું કે અમારે - પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવતા મુશ્કેલી પડી રહી છે. સાયબર સેલ, એસઓજી, ડીસીબી અને અમરેલી પોલીસના કર્મીઓ તથા અધિકારીઓએ દીકરીને મારી છે. તેમણે આ કેસની તપાસ આઈજી કક્ષાના ઉ અધિકારીઓને સોંપવાની માંગ પણ કરી છે. ઙ્કા અમે ડીજીને આગામી દિવસોમાં રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આ મામલે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવશે. માનહાની થવાની પણ ૯ અરજી કરવામાં આવશે. હાઈકોર્ટના વકીલે સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ અધિક્ષક શંકાના ઘેરામાં છે. એટલે SITના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે. (૪.૨૪)
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
