તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
'મને અન્યાય થયો ત્યારે બધા મૌન કેમ હતા, હું પણ પાટીદારની દીકરી છું .' રેશ્મા સોલંકીએ કોંગ્રેસના નેતાઓ પાસે માંગ્યો જવાબ
પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના લોકોને રેશ્મા સોલંકીએ વેધક સવાલ કર્યા

અમરેલીના પાયલ ગોટી કાંડમાં કોંગ્રેસના નેતાની પત્નીએ પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ કોંગ્રેસ નેતાઓ પર સવાલ ઉઠાવ્યા છે. પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના લોકોને રેશ્મા સોલંકીએ વેધક સવાલ કર્યા છે.
રેશ્મા સોલંકીએ કહ્યું કે, ''મને અન્યાય થતો હતો ત્યારે તમે બધા કેમ મૌન હતા?, હું પણ પાટીદારની દીકરી છું તેમજ પક્ષના નેતા દમન આચરે ત્યારે કેમ મૌન થઈ જાઓ છો?'' તેમણે વધુમાં કહ્યું કે, ''મેં તમારી પાસે ન્યાયની ભીખ માગી હતી, મને આશા છે કે તમે મને પણ ન્યાય અપાવશો, હું 24 કલાકમાં અમરેલીના રાજકમલ ચોકમાં પહોચું છું''
અમરેલીમાં પત્રકાંડની પીડિતાને ન્યાયને લઈ કોંગ્રેસ મેદાને ઉતર્યું છે, ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, "પાટીદાર સમાજ જ નહી સમગ્ર સમાજની દીકરીના સન્માનની લડાઈ છે, પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી છે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ, પગલાં નહી ભરાય તો આવતીકાલે આંદોલનને આગળ લઈ જવાનું જાહેર કરાશે'' ત્યારે આ મામલે હવે રેશ્મા સોલંકી પણ મેદાને ઉતર્યા છે
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
