<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

જામજોધપુરના પૂ. જલારામબાપા મંદિરે શ્રી રામ કથામાં સિયારામ વિવાહઃ રાજકોટ સ્‍વામિનારાયણ મંદિરના શાસ્ત્રી પૂ.રાધારમણદાસજીસ્‍વામી, પોરબંદરના પૂ.ભાનુસ્‍વામી, ઘુનડાના પૂ.જેન્‍તીરામબાપાની ઉપસ્‍થિતિ

જામજોધપુરઃ જામજોધપુરમાં પૂ.જલારામબાપા મંદિરે  શ્રી રામકથાનું ૪ જાન્‍યુઆરી થી ૧૨ જાન્‍યુઆરી સુધી ભવ્‍ય દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સંતોની પાવન ઉપસ્‍થિતિ રહી હતી જેમાં રાજકોટ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણદાસજી સ્‍વામી , પોરબંદરથી પૂ.ભાનુસ્‍વામી , જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જગતપ્રકાશદાસજી સ્‍વામી તથા ઘુનડા સત પુરણ ધામ આશ્રમના પૂ.જેન્‍તીરામબાપાની આ કથામાં પાવન ઉપસ્‍થિતિ રહી હતી. આ રામ કથામાં સિયારામ વિવાહ યોજાયા હતા, આ પ્રસંગે બહોળી સંખ્‍યામાં ભકતો ઉપસ્‍થિત રહ્યા હતા.જે ઉપરોક્‍ત તસવીરોમાં નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(10:37 AM IST)