તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 10th January 2025
ગોંડલમાં રમેશભાઇ ધડુક પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત કથાની પુર્ણાહુતીઃ ભાગવતકથામાં છેલ્લા દિવસે સુદામા ચરિત્રનું પાત્ર ભજવાયું: મધ્યપ્રદેશ સાંસદ મહેન્દ્રસિંહ સોલંકી કથામાં ઉપસ્થિત

ગોંડલઃ શ્રી દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદયના કંઠે ૨ જાન્યુઆરી થી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેની ૮ જાન્યુઆરીની રાત્રે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલીમાં શ્રી પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કથાના મનોરથી અને પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક, નૈમિશભાઈ ધડુક અને સાવનભાઈ ધડુક ના સહયોગથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાય હતી કથા દરમિયાન અનેક આમંત્રિત મહેમાનો, મહાનુભાવો કથામાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય છપ્પનભોગ ધરવામાં આવ્યો હતો કથાના છેલ્લા દિવસે મધ્યપ્રદેશના સાંસદ મહેન્દ્રસિંહ સોલંકી કથામાં હાજરી આપી હતી.કથાનાં અંતિમ ચરણમાં સુદામા ચરિત્રનું પાત્ર ભજવવામાં આવ્યું હતું ત્યાર બાદ કથાની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી દામોદરલાલજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સોમયાજી દીક્ષિત વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી હરિરાયજી મહોદયના નેતળત્વમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ ખાતે નવનિર્મિત ‘શ્રી ગોવિંદકુંજ હવેલી' ના શુભ મંગલ ‘શ્રી પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ' અવસરે આ શ્રીમદ્ ભાગવત કથામળત મહોત્સવ અને છપ્પનભોગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદયે પોતાની રસમય મધુર વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. મહોત્સવના મનોરથી ગૌ.વા. લવજીભાઈ નાયાભાઈ ધડુક, ગૌ.વા. ઉજીબેન લવજીભાઈ ધડુક ના સ્મરણાર્થે પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, મંજુલાબેન રમેશભાઈ ધડુક, નૈમિશભાઈ રમેશભાઈ ધડુક, મોનાબેન નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક, ફ્રેનિકુમાર રમેશભાઈ વેકરીયા, દ્રષ્ટિબેન ફ્રેનિકુમાર વેકરીયા, નરેન્દ્રભાઈ લખમણભાઈ ભાલાળા, જીયા, જીવીકા, તેજ અને આહના સહિતના મનોરથી પરિવાર દ્વારા અલગ અલગ ઉત્સવ ઉજવવામાં આવે છે.(તસ્વીર-અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ)
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
