<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ઠંડીના જોરમાં સામાન્‍ય ઘટાડોઃ ગિરનાર ૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડીમાં

થોડી રાહત મળતા હાશકારો

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારે ઠંડીમાં સામાન્‍ય ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે ગિરનાર પર્વત ઉપર ૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડીમાં થોડી રાહત મળી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..   સોરઠના તાપમાનમાં વધારો થતાં આજે સવારે ગિરનાર પર ૮.૭ ડિગ્રી ઠંડી રહી હતી.

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ગિરનાર પર્વત પર ૪.૯ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન વધીને ૮.૭ ડીગ્રી નોંધાયું હતું.

આ જ પ્રમાણે જૂનાગઢનું લઘુતમ તાપમાન પણ સવારે વધીને ૧૩.૭ ડીગ્રી એ પહોંચ્‍યું હતું જેના પરિણામે ગુલાબી ઠંડી રહી હતી જોકે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા આજે પણ સવારના ધુમ્‍મસ છવાઈ ગયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૯ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૮, મહત્તમ તાપમાન ર૬.પ, ભેજનું પ્રમાણ ૬પ ટકા, ૪.૧ કિ. મી. રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  ગોહિલવાડમાં ઠંડીનું પ્રમાણ ઘટયું છે. ગઈકાલે લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી નોંધાયા બાદ આજે એટલે ૨૪ કલાકમાં જ લઘુત્તમ તાપમાન માં ૪ ડિગ્રીનો વધારો થતાં આજે લઘુત્તમ તાપમાન ૧૫. ૬ ડીગ્રી નોંધાયું હતું. આથી કાતિલ ઠંડીથી લોકોમાં રાહત અનુભવાય હતી. આજે સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૮૩ ટકા થયું હતું જ્‍યારે પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી

(11:28 AM IST)